Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આમોદ વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યો.

Share

ઢાઢર નદીમાંથી મહાકાય મગર પુરસા ગામના રહેણાંક વિસ્તારમાં આવી જતાં ગ્રામજનોમાં ફફડાટ

મગરનું મેડીકલ ચેક અપ કરાવ્યા બાદ નૈસર્ગીક વાતાવરણમાં છોડી મૂક્યો

Advertisement

આમોદ તાલુકાના પુરસા ગામે રાત્રીના સમયે રહેણાંક વિસ્તારમાં મહાકાય મગર આવી પહોંચતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.ગામના સરપંચે મગર રહેણાંક વિસ્તારમાં આવી ગયો હોવાની જાણ વન વિભાગને કરતા મગરને ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કર્યો હતો.

જાણવા મળતી માહિતી મુજબ ઢાઢર નદીમાંથી આમોદ તાલુકાના પુરસા ગામના રહેણાંક વિસ્તારમાં રાત્રીના સમયે આશરે ૧૨ ફૂટ લાંબો મહાકાય મગર આવી જતા ગ્રામજનોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.ગામના સરપંચે આમોદ વન વિભાગને જાણ કરતા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ તથા ફોરેસ્ટર જશુભાઇ પરમાર, બીટગાર્ડ અનિલ પઢિયાર,વિપિન પરમાર તેમજ જીવદયા કાર્યકર અંકિત પરમારને સાથે રાખી ભારે જહેમત બાદ મહાકાય મગરનું રેસ્ક્યું કર્યુ હતું.ત્યાર બાદ મગરને આમોદ વનવિભાગની કચેરીએ લાવી આમોદના પશુ ચિકિત્સક પાસે મગરનું મેડીકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને નૈસર્ગીક વાતાવરણમાં મુકત કરવામાં આવ્યો હતો…

બાઈટ: જશુભાઇ પરમાર – ફોરેસ્ટર આમોદ


Share

Related posts

લીંબડી દાવલસા શેરીમાં એક મહિલાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

ProudOfGujarat

ભરૂચ પોલીસ તત્રંના કહેવાતા સાફ-સુથરા વહીવટમાં ગાંધીનગરથી વિજિલન્સ ટીમે આમોદમાં જુગાર ધામ ઝડપ્યો …કુલ ૧૮ આરોપી અને ૨ લાખ ઉપરાંતની મત્તા જપ્ત…

ProudOfGujarat

ખનીજ માફિયા બેફામ : નર્મદા ખાણ ખનીજ વિભાગે ઓવરલોડ રેતી ભરેલી પકડેલી ટ્રકની પણ ચોરી થતા અનેક સવાલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!