Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ પોલીસના ભૂતપૂર્વ એએસઆઈને “President Police Medal for Distinguished Service” એનાયત

Share

ભરૂચ.
ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે, ગાંધીનગર સ્થિત કરાઈ પોલીસ એકેડેમી ખાતે આયોજિત એક સન્માન સમારંભ દરમિયાન ભરૂચ એલસીબીમાંથી નિવૃત્ત થયેલ એએસઆઈ પ્રદીપભાઈ શશીકાંત મોઘેને દેશના સૌથી પ્રતિષ્ઠિત પોલીસ પુરસ્કાર પૈકીના એક એવા *”President Police Medal for Distinguished Service” (વિશિષ્ટ સેવા પદક)*થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
એએસઆઈ પ્રદીપભાઈ મોઘેની લાંબી અને નિષ્ઠાપૂર્વકની સેવા, તેમજ ગુનાખોરી સામેના લડતમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન બદલ તેમને આ પદક અપાયું છે. તેમના કાર્યકાળ દરમિયાન તેઓએ અનેક ગંભીર ગુનાઓ ઉકેલી સમાજમાં શાંતિ અને કાયદા વ્યવસ્થા જાળવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આ પ્રસંગે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વિવિધ જિલ્લાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

Share

Related posts

નર્મદામાં આવતીકાલથી દશામાના વ્રતનો પ્રારંભ : લીમડાચોક ખાતે મૂર્તિ વેચાણનો મેળો ભરાયો.

ProudOfGujarat

સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી.

ProudOfGujarat

ભરૂચનાં પાંજરાપોળ ખાતે ગોપાષ્ટમીની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!