Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડે બરોડા બીએનપી પારિબા ગોલ્ડ ઇટીએફ ફંડ ઓફ ફંડ્સ એનએફઓ લોન્ચ કર્યો

Share

મુંબઈ, 4 ઓગસ્ટ, 2025 – જાણીતા મ્યુચ્યુઅલ ફંડ બરોડા બીએનપી પારિબા એસેટ મેનેજમેન્ટ ઈન્ડિયાએ નવી ફંડ ઓફ ફંડ સ્કીમ બરોડા બીએનપી પારિબા ગોલ્ડ ઇટીએફ ફંડ ઓફ ફંડ (એફઓએફ) લોન્ચ કરી છે જે સોના સંબંધિત એસેટ્સમાં રોકાણ કરવા માંગતા લાંબા ગાળાના રોકાણકારોને સરળ, કિફાયતી અને વ્યવહારૂ રોકાણ વિકલ્પ પૂરો પાડે છે. ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) 4 ઓગસ્ટ, 2025ના રોજ ખૂલશે અને 14 ઓગસ્ટ, 2025ના રોજ બંધ થશે.

ફંડ ઊંચી તરલતા ધરાવે છે અને લાંબા ગાળે મૂડીમાં વૃદ્ધિ માટેની સંભાવનાની સાથે સોનામાં સ્માર્ટ તથા ઓછી અસ્થિરતાવાળું એક્સપોઝર ઇચ્છતા રોકાણકારો માટે બનાવવામાં આવ્યું છે. જો યુનિટ્સ એલોટમેન્ટની તારીખના 15 દિવસમાં જ સ્વીચઆઉટ કરવામાં આવે કે રીડિમ કરવામાં આવે તો 1 ટકાનો એક્ઝિટ લોડ લાગુ પડશે. 15 દિવસ પછી રિડમ્પશન કે સ્વીચઆઉટ પર કોઈ એક્ઝિટ લોડ લાગુ પડશે નહીં જે તેને સોનામાં રોકાણ કરવા માંગતા રોકાણકારો માટે ફ્લેક્સિબલ અને સુગમ રોકાણ વિકલ્પ બનાવે છે.

Advertisement

સોનાને ફરી એક વાર સુલભ બનાવવાનો ઉદ્દેશ્ય

બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડના સીઆઈઓ-ફિક્સ્ડ ઇન્કમ પ્રશાંત પિમ્પલેએ જણાવ્યું હતું કે ભારતીય ઘરો વિશ્વમાં સૌથી વધુ સોનું ધરાવતા પરિવારોમાં સ્થાન ધરાવે છે. ભારતના આ વર્ગ પાસે લગભગ 25,000 ટનનું સોનું હોવાની સંભાવના છે જે વિશ્વની ટોચની 10 રિજર્વ બેંકોના સંયુક્ત હોલ્ડિંગ કરતા પણ વધુ છે.* જોકે સોનાની કિંમતોમાં આવેલા અભૂતપૂર્વ ઉછાળાથી ભારતના મોટી સંખ્યામાં લોકો માટે સોનામાં રોકાણ કરવું મુશ્કેલ બન્યું છે. નીચી કિંમતે હોલ્ડિંગ, વ્યવહારોની સરળતા અને રોકાણની લઘુતમ ઓછી રકમ સાથે અમે બરોડા બીએનપી પારિબ ગોલ્ડ ઇટીએફ ફંડ ઓફ ફંડ દ્વારા રિટેલ રોકાણકારો માટે સોનાને ફરી એક વખત સુલભ બનાવવાનો પ્રયાસ કર્યો છે.

બરોડા બીએનપી પારિબા ગોલ્ડ ઇટીએફ ફંડ ઓફ ફંડ રોકાણકારોને ફિઝિકલી સ્ટોરેજ કર્યા વિના સુવિધાજનક અને સુરક્ષિત રીતે કિંમતી ધાતુની એક્સેસ કરવાની સુવિધા આપે છે. ફક્ત રૂ. 1,000થી શરૂ થતા લમ્પસમ રોકાણો (અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં) અને ફક્ત રૂ. 500થી શરૂ થતા માસિક સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) સાથે, આ સ્કીમનો ઉદ્દેશ્ય સોનાના રોકાણને દરેક ભારતીયની પહોંચમાં લાવવાનો છે.

આજના બજારમાં પ્રસ્તુતતા

સોનાના ભાવ રૂ. 1 લાખ પ્રતિ 10 ગ્રામ* ની નજીક પહોંચી ગયા હોવાથી, ઘણા રોકાણકારો માટે સોનાના ભાવ પોસાય નહીં તે સ્તરે પહોંચી ગયા છે. આ ફંડ મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ દ્વારા સોનામાં રોકાણ કરીને સમયસર ઉકેલ રજૂ કરવા માંગે છે. વૈશ્વિક સ્તરે કેન્દ્રીય બેંકોમાં વધતી માંગથી પણ તેને ફાયદો થાય છે, જેમણે ભૂરાજકીય અનિશ્ચિતતા વચ્ચે તેમના હાલના સોનાના ભંડારમાં વધારો કરવાનું શરૂ કર્યું છે.

ફંડ શ્રી ગુરવિંદર સિંહ વાસન, શ્રી માધવ વ્યાસ અને સુશ્રી સ્વપ્ના શેલાર દ્વારા મેનેજ કરવામાં આવશે.

એએમસીના સિનિયર ફંડ મેનેજર ગુરવિંદર વાસને જણાવ્યું હતું કે જો કોઈ છેલ્લા 10-25* વર્ષો પર નજર નાખે તો ઐતિહાસિક રીતે આ સમયગાળા દરમિયાન સોનાનું વળતર લગભગ ઇક્વિટી જેટલું જ સારું રહ્યું છે અથવા કેટલાક કિસ્સામાં તેનાથી પણ સારું રહ્યું છે. આ ઇક્વિટી સાથેના તેના નકારાત્મક સંબંધ સાથે રોકાણકારના પોર્ટફોલિયોની એકંદર અસ્થિરતા માટે સંભવિત સ્થિરતા તરીકે તેની સ્થિતિને મજબૂત બનાવે છે.


Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ એરોમા હોટલના કમ્પાઉન્ડમાં કાચનો સામાન ભરેલ ટ્રકની ચોરી કરનાર આરોપીની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

દક્ષિણ ગુજરાતના અનેક શહેરોમાં વાતાવરણમાં પલ્ટો, ભરૂચના નેત્રંગમાં વરસ્યું વરસાદી માવઠું..!!

ProudOfGujarat

વાલિયાના જબુગામ પાસે ટ્રકની ટક્કરે બાઇક સવાર દંપતિને ગંભીર ઇજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!