Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIATechnologyUncategorized

ભરૂચ એસટી વિભાગને ફાળવાઈ 10 નવી બસો, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે લીલી ઝંડીથી પ્રસ્થાન

Share

ભરૂચ

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર ખાતેથી કુલ 151 નવી એસટી બસોની ફાળવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત ભરૂચના ભોલાવ એસટી ડેપોને 10 નવી બસો ફાળવવામાં આવી છે. જેમાંથી ભરૂચ-2, અંકલેશ્વર-3, જંબુસર-2, ઝઘડિયા-1 અને રાજપીપળા ડેપોને 2 બસો ફાળવવામાં આવી છે.

Advertisement

આજના રોજ ભોલાવ એસટી ડેપો ખાતે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી દ્વારા નવી બસોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવાયું હતું. બસો ભરૂચથી દાહોદ સહિતના બે નિર્ધારિત રૂટ પર સેવા આપે તેવી રીતે કાર્યરત રહેશે.

આ નવી બસોની ફાળવણીથી જિલ્લા રાહદારીઓ માટે વધુ આરામદાયક અને સમયસર મુસાફરી સુનિશ્ચિત બનશે. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક એસટી અધિકારીઓ તેમજ અન્ય પક્ષના અગ્રણીઓની પણ ઉપસ્થિતિ રહી હતી.


Share

Related posts

માંગરોળ અને ઝંખવાવમાં સુમુલ ડેરીની 70મી વાર્ષિક સાધારણ સભા વર્ચ્યુઅલ માધ્યમથી યોજાઇ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં જીલ્લા ન્યાયાલય ખાતે તથા તાબાની તાલુકા કોર્ટોમાં ૨૨મી એપ્રિલ-૨૦૧૮ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

ProudOfGujarat

અંકલેશ્વરમાં હત્યાની ચકચારી ઘટનાનો મામલો, ત્રણ સ્થળેથી મળેલ બેગમાંથી મળ્યા હતા શરીરના અંગો, પોલીસ તપાસમાં હત્યાકાંડનો ભેદ ઉકેલાયો, ૪ આરોપીઓની ધરપકડ..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!