વિવિધ સંસ્થાઓમાં બહેનો દ્વારા રક્ષાબંધનના કાર્યક્રમ યોજાયા
ભરૂચ
ભરૂચ નગર અને જિલ્લામાં શનિવારે શ્રાવણી પૂર્ણિમાએ ઉત્સાહભેર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધનના દિવસે પણ ભરૂચ જિલ્લામાં રાખડીની ખરીદી કરવા માટે બહેનો વિવિધ દુકાનો ખાતે તેમજ રાખડીની હંગામી દુકાનો ખાતે ઉમટી પડી હતી. તો બીજીબાજુ ભાઈઓ દ્વારા બહેનોને ભેટ આપવા માટે જરૂરી એવી સાડી તેમજ વિવિધ ગીફ્ટ આર્ટીકલોની દુકાનો ખાતે પણ ભાઈઓની ભીડ જણાતી હતી. આ વખતે વેપારીઓના જણાવ્યા મુજબ રક્ષાબંધન પર્વ નિમિત્તે બજારોમાં અનોખી તેજીનું વાતાવરણ જણાયુ હતુ.
શનિવારે વહેલી સવારથી ભરૂચ નગર અને જિલ્લામાં સ્થાબંધનની ચહલપહલ જણાય રહી હતી. બહેનો પોતાના ભાઈને રક્ષાબંધન કરવા વહેલી સવારથી જ નીકળી હોવાનું જણાતુ હતુ તેમાં પણ ભરૂચ નગરપાલિકા દ્વારા સીટી બસમાં મફત બહેનો માટેની મુસાફરીની જાહેરાત કરાતા સીટી બસમાં બહેનોની સંખ્યા ખુબ વધારે જણાતી હતી અંત્રે નોંધવું રહ્યું કે, આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે બપોરે દોઢ વાગ્યા સુધીનું રક્ષાબંધનનું મુહુર્ત હોવાના પગલે મોટાભાગે બહેનોએ બપોરે દોઢ વાગ્યા પહેલાં રક્ષાબંધન કર્યું હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. આજે વહેલી સવારથી શરૂ થયેલ આ ચહલપહલ સાથે આજે શ્રાવણ માસનો શનિવાર પણ હોવાના કારણે ભરૂચ નગર અને જિલ્લાના વિવિધ હનુમાન દાદાના મંદિરો ખાતે ભક્તોની ભીડ જણાય હતી. તે સાથે સાથે ભરૂચ નગર અને જિલ્લામાં આવેલ વિવિધ સંસ્થાઓમાં બહેનો દ્વારા રક્ષાબંધનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. અત્રે નોંધવુ રહ્યુ કે, ભરૂચની શાળા અને કોલેજોમાં રક્ષાબંધન પર્વની ઉજવણી આગોતરી કરી દેવામાં આવી હતી. શુક્રવારના રોજ શાળા-કોલેજોમાં રક્ષાબંધનના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, ભરૂચ જિલ્લામાં આ વરસે ખુબ આનંદ અને ઉમંગ સાથે બહેનોએ હોમગાર્ડના જવાનોને પણ રક્ષાબંધન કર્યું હતુ.
૨૧ દિવસ સુધી રાખડી બાંધી રાખવી જોઈએ ભરૂચ શહેર જિલ્લામાં એક તરફ રક્ષાબંધનના તહેવારની રંગેચંગે ઉજવણી કરાઈ છે. ત્યારે ધાર્મિક તજજ્ઞોના જણાવ્યાનુસાર રસ્થબંધનના દિવસે બાંધેલી રાખડી ભાઈએ ૨૧ દિવસ સુધી બાંધી રાખવી જોઈએ. જો કોઈ સંજોગોવશાત ૨૧ દિવસ સુધી રાખડી બાંધી રખાય તેમ ન હોય તો જન્માષ્ટમી સુધી તો રાખવી જ જોઈએ. જે બાદ રાખડી ઉતારીને તેને લાલ રંગના કપડામાં લપેટીને જજ્યાં બહેન સાથે સંકળાયેલી વસ્તુઓ મુકી હોય ત્યા અથવા તો કોઈ પવિત્ર સ્થાને સુરક્ષિત રીતે રાખવી જોઈએ આવતા વર્ષે રક્ષાબંધને જૂની રાખડીને જળમાં પ્રવાહિત કરી દેવી જોઈએ. રાખડી ઉતારતી વેળાં જો તુટી જાય. ખંડિત થઈ જાય તો તેને કોઈ વૃક્ષ નીચે એક રૂપિયાનો સિક્કો મુકી પછી જળમાં પ્રવાહિત કરવી જોઈએ
