Proud of Gujarat
bharuchBusinessFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને મહિન્દ્રા ફાઇનાન્સે મોટર ઇન્શ્યોરન્સ ડિસ્ટ્રીબ્યુશન માટે ભાગીદારી કરી

Share

મુંબઈ, 11 ઓગસ્ટ, 2025 – ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સે (આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ) તેના ગ્રાહકોને મોટર ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સનું વિતરણ કરવા માટે ભારતની અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ પૈકીની એક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) સાથે હાથ મિલાવ્યા છે. આ સહયોગનો ઉદ્દેશ્ય મોટર ઇન્શ્યોરન્સમાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની નિપુણતા સાથે મહિન્દ્રા ફાઇનાન્સની વ્યાપક ગ્રામીણ તથા અર્ધ શહેરી વિસ્તારો સુધીની પહોંચને એક કરીને સુલભ તથા વિશિષ્ટ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ પૂરા પાડવાનો છે.

આ સહયોગ દ્વારા મહિન્દ્રા ફાઇનાન્સના ગ્રાહકો આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની મોટર ઇન્શ્યોરન્સ ઓફરિંગ્સનો બહોળો પોર્ટફોલિયો મેળવી શકશે જે સુનિશ્ચિત કરશે કે તેમની બહોળી નાણાંકીય સફરમાં સુરક્ષા સરળ રીતે સમાવાઈ છે. આ જોડાણથી સમયસર અને પ્રસ્તુત ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ સાથે મહિન્દ્રાના મોટી સંખ્યામાં ગ્રાહકો સુધી પહોંચીને નાણાંકીય સમાવેશકતા આગળ વધારવામાં પણ મદદ મળશે.

Advertisement

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સંજીવ મંત્રીએ જણાવ્યું હતું કે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ખાતે અમે હંમેશા માનીએ છીએ કે ઇન્શ્યોરન્સ ગ્રાહકની આસપાસ જ હોવો જોઈએ જે સુલભ હોય, પ્રસ્તુત હોય અને તેમની રોજબરોજની નાણાંકીય સફરમાં સંકલિત થયેલો હોય. અમારી મલ્ટી-પ્રોડક્ટ, મલ્ટી-ચેનલ વ્યૂહરચના આ માન્યતાનું પ્રતિબિંબ છે. મહિન્દ્રા ફાઇનાન્સ સાથેની અમારી ભાગીદારી આ અભિગમનું વિસ્તરણ છે જેનાથી અમે શહેરી ગ્રાહકોને સતત સેવાઓ આપી શકીએ છીએ અને વિશ્વસનીય તથા સન્માનનીય નાણાંકીય ભાગીદારી દ્વારા અર્ધ શહેરી અને ગ્રામીણ ભારતમાં ઊંડે સુધી અમારી પહોંચ વિસ્તારી શકીએ છીએ. સાથે મળીને અમે લોકો અને વ્યવસાયોને સમયસર અને સરળ રીતે તેમના હેલ્થ, મોટર, એસેટ્સ અને આજીવિકા માટે તેમને જરૂર હોય તેવી સુરક્ષા પૂરી પાડવાનો ધ્યેય રાખીએ છીએ. નાણાંકીય સમાવેશકતા લાવવા અને વધુ સ્થિતિસ્થાપક ભારત બનાવવા માટેની અમારી સહિયારી પ્રતિબદ્ધતામાં આ વધુ એક પગલું છે.

મહિન્દ્રા ફાઇનાન્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ રાઉલ રેબેલોએ જણાવ્યું હતું કે મહિન્દ્રા ફાઇનાન્સ ખાતે, અમે અમારા ગ્રાહકોને સુલભ અને અર્થપૂર્ણ નાણાંકીય સોલ્યુશન્સ પૂરા પાડવા માટે પ્રતિબદ્ધ છીએ. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની વીમા કુશળતાને મહિન્દ્રા ફાઇનાન્સની વ્યાપક પહોંચ સાથે જોડીને, અમે દેશભરના લાખો ગ્રાહકો માટે નાણાંકીય સુરક્ષા અને સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવવાનો ઉદ્દેશ્ય રાખીએ છીએ. આ ભાગીદારી ગ્રાહકોને નાણાંકીય સુરક્ષા સાથે સશક્ત બનાવવાની અમારી સફરમાં વધુ એક પગલું છે અને ઉભરતા ભારત માટે વિશ્વસનીય અને જવાબદાર ફાઈનાન્શિયલ સોલ્યુશન્સ ભાગીદાર બનવાની અમારી પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે.

મહિન્દ્રા ફાઇનાન્સની સમુદાયમાં ઊંડે સુધી રહેલી હાજરી અને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના ગ્રાહક-કેન્દ્રિત, ટેક-સંચાલિત અભિગમની શક્તિઓનો ઉપયોગ કરીને, આ ભાગીદારી સમગ્ર દેશમાં વીમાના પ્રસારને વિસ્તારવા, ગ્રાહક અનુભવ વધારવા અને નાણાંકીય સ્થિતિસ્થાપકતાનું નિર્માણ કરવા માટે તૈયાર છે.


Share

Related posts

ભરૂચ : ગુમાનદેવ મંદિરનાં મહંત પર થયેલ હુમલામાં નવ ઈસમોની અટકાયત.

ProudOfGujarat

સુરત ગ્રામ્યમાં પિસ્તોલની અણીએ લૂંટ ચલાવનાર ત્રણ લૂંટારુઓને પોલીસે ઝડપી પાડ્યા

ProudOfGujarat

રાજપીપળા જિલ્લા સેવા સદન ખાતે પ્રાંત અધિકારી કે.ડી ભગતે સરપ્રાઈઝ ચેકીંગ કરતાં માસ્ક વગરનાં કર્મચારીઓ ઝડપાતા દંડ ફટકાર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!