Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા

Share

ભરૂચ : સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ અભિયાન અંતર્ગત ભરૂચ વહીવટી તંત્ર દ્વારા શહેરના મધ્યમાં આવેલા હોસ્ટેલ ગામથી સ્ટેશન સર્કલ સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા ની અધ્યક્ષતામાં યોજાયેલી આ યાત્રામાં ભરૂચ પોલીસ વિભાગ, પોલીસના અશ્વદળ, શહેરની વિવિધ શાળાના શહેરની સંસ્થાઓ તથા બાવાગોરના સિદ્દીકી સમાજના લોકનૃત્ય દળે ઉત્સાહભેર ભાગ લીધો હતો.શહેરના મુખ્ય માર્ગ પરથી ધ્વજ લહેરાવતા, દેશભક્તિના નારા લગાવતા અને દેશભક્તિ ગીતોની ગુંજ સાથે યાત્રા આગળ વધતી રહી. લોકોમાં દેશપ્રેમની લાગણી કેળવાય અને નવી પેઢીને સ્વતંત્રતાના મૂલ્યો તેમજ તેનું મહત્વ સમજાય એ હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સિદ્દીકી સમાજના ઉત્સાહી ડાન્સ પ્રદર્શન તથા પોલીસના અશ્વદળનું દ્રશ્ય યાત્રાનું વિશેષ આકર્ષણ બન્યું હતું.આ ભવ્ય તિરંગા યાત્રામાં ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણા, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર વાસદીયા, કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી તથા ભરૂચ ડિવાયએસપી સી.કે. પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

બાઇટ.. ડોક્ટર ગૌરાંગ મકવાણા કલેક્ટર ભરૂચ

Advertisement

બાઇટ.. રમેશ મિસ્ત્રી ધારાસભ્ય ભરૂચ


Share

Related posts

અંકલેશ્વરના કસ્બાતીવાડ વિસ્તારમાં ડોર ટુ ડોર વાહન ચાલકે એક્ટિવાને અડફેટે લેતા મોપેડને નુકસાન પહોંચ્યું છે.

ProudOfGujarat

મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે બે નવા ટાર્ગેટ મેચ્યોરિટી ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યા.

ProudOfGujarat

પાલેજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદોને વિવિધ ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!