Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લાની ૫૦થી વધુ આંગણવાડી બહેનોને ન્યૂડ કોલ કરનાર પંજાબથી ઝડપાયો 

Share

ભરૂચ, ઝઘડિયા, નેત્રંગ, વાલિયા અને જંબુસરની બહેનોને કોલ આવ્યાં હતાં
। ભરૂચ ।
ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતી ૫૦થી વધુ આંગણવાડી બહેનોના સરકારી મોબાઈલ નંબર પર અજાણ્યા શખ્સ દ્વારા ન્યૂડ વિડીયોકોલ કરી પરેશાન કરવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠી હતી. મામલામાં ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. સ્થાનિક પોલીસ તેમજ સાયબર ક્રાઈમની ટીમ દ્વારા મામલામાં તપાસ શરુ કરતાં ન્યૂડ કોલ કરનાર પંજાબનો હોવાનું માલુમ પડતાં ટીમે પંજાબના ફિરોજપુરથી ન્યૂડ કોલ કરનારા નશેડીને ઝડપી પાડી ભરૂચ લઈ આવી હતી.
ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતી આંગણવાડી બહેનો છેલ્લા એક પખવાડિયા ઉપરાંતથી માનસિકતાણમાંથી પસાર થઈ રહી હતી. સરકાર દ્વારા આપવામાં આવેલાં તેમના મોબાઈલ નંબર પર કોઈ શખ્સ દ્વારા ન્યૂડ કોલ કરવામાં આવી રહ્યાં હતાં. માનસિક વિકૃત શખ્સ સવારે, બપોરે અથવા તો રાત્રે-મધરાત્રે આંગણવાડી બહેનોને અશ્લિલ ફોન કરતો હોવાને કારણે તેઓ ગભરાઈ ગઈ હતી. એક પછી એક જિલ્લાની ૫૦થી વધુ આંગણવાડી બહેનો આ શખ્સની વિકૃત માનસિકતાનો શિકાર બની હતી. જેના પગલે તેઓ કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવે તો ફોન ઉપાડવાથી પણ ડરી રહી હતી. ઘટનાને લઈને તેમણે ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ કરી હતી. એક આંગણવાડી બહેને ઝઘડિયા પોલીસ મથકે સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે સ્થાનિક પોલીસ સહિત સાયબર ક્રાઈમની ટીમે ટેક્નિકલ સર્વલન્સના આધારે તપાસ શરૂ કરતાં તેમના મોબાઈલ પર આવતાં ન્યૂડ વિડિયો કોલ પંજાબથી આવતાં હોવાનું માલુમ પડયું હતું. જેના પગલે એક ટીમે તુરંત પંજાબ રવાના થઈ પંજાબના ફિરોજપુર ખાતેથી ગુર્જિતસિંગ રાયસિંગ નામના શખ્સની ધરપકડ કરી હતી. પોલીસે તેને ભરૂચ લાવી તેના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે.
રેન્ડમ નંબર લગાવી ન્યૂડ વિડિયો કોલ કરતો હતો

પોલીસે દબોચી લીધેલાં ગર્જિતસિંગ રાયસિંગ એ નશેડી હોવાનું પ્રાથમિક તબક્કે માલુમ પડયું હતું. તેણે એમ જ એક નંબર ડાયલ કરી પહેલાં ન્યૂડ વિડિયો કોલ કર્યો હતો. જોકે, બાદમાં તેનો નંબર બ્લોક કરી દેવાતા કે અન્ય કોઈ કારણસર તેણે જે તે નંબરના છેલ્લા આંકડા બદલીને નવા નંબર પર તે કોલ કરતો હોવાનું પ્રાથમિક તબક્કે કબુલ્યું છે. જોકે, તેના રિમાન્ડમાં તે ક્યારથી આવું કરે છે અને અન્ય કેટલી મહિલાઓને હેરાન પરેશાન કરી છે તે સહિતની વિગતો મેળવવાની કવાયત પોલીસે હાથ ધરી છે.


Share

Related posts

સુરતના સચિન જીઆઇડીસી સ્થિત વેસ્ટેજનાં ગોડાઉનમાં આગ ફાટી નીકળતા નાશભાગ મચી જવા પામી હતી.

ProudOfGujarat

હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી નડિયાદ કોર્ટ.

ProudOfGujarat

અંસાર માર્કેટની પાછળ જુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!