Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાંકલની એન.ડી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલના હિતેશ પંચાલની ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક–2025’ માટે પસંદગી

Share

વાંકલ
માંગરોળ તાલુકા ના વાંકલ ખાતે આવેલ એન ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં ફરજ બજાવતા હિતેશ પંચાલ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમની શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક” એનાયત કરવામાં આવે છે.વર્ષ 2025 માટે સુરત જિલ્લા અને  તાલુકા કક્ષાના કુલ 8 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.
જેમાં વાંકલ ગામની એન.ડી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલના મદદનીશ શિક્ષક હિતેશ.સી. પંચાલનો સમાવેશ થવાથી સમગ્ર વિસ્તારમાં હર્ષનો માહોલ છે.  જિલ્લા કક્ષાના ‘શ્રેષ્ઠ શિક્ષક’ એવોર્ડ માટે માધ્યમિક વિભાગમાં હિતેશ પંચાલની પસંદગી કરવામાં આવી છે.તેમના સતત પ્રયત્નો,નવીન શૈક્ષણિક પદ્ધતિઓ અને વિદ્યાર્થીઓ પ્રત્યેની નિષ્ઠા ને  પગલે આ સન્માન મળ્યું છે.શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામતા ટ્રસ્ટી પ્રમુખ સંજયભાઈ દેસાઈ, પ્રવીણભાઈ દેસાઈ, શાળાના આચાર્ય પારસ મોદી,ટ્રસ્ટી મંડળ તેમજ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે.

Share

Related posts

ઉમરપાડામાં અંત્યોદય શ્રમિક અકસ્માત યોજનાના પ્રચાર પ્રસાર માટે પોસ્ટ વિભાગના કર્મચારીઓની રેલી યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એશોસિયેશનનાં પ્રમુખ તરીકે હરીશ જોષીની નિમણૂક.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા પોલીસે ભરણ ગામની સીમમાંથી બે વર્ષ પહેલા પકડાયેલ વિદેશી દારૂના નાસ્તા ફરતા આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!