જોલવાની ગોકુલધામ રેસિડન્સીમાં પોલીસનો દરોડો
ભરૂચ.
દહેજ પોલસી સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, જોલવા ગામે આવેલાં ગોકુલધામ રેસિડન્સીમાં પીરૂજી ગેસ નામન એક દુકાનમાં એક શખ્સ ગેરકાયદે મોટા ગેસના બોટલમાંથી નાના ગેસના બોટલમાં ગેસ રિફિલિંગ કરે છે. જેના પગલે ટીમે તુરંત સ્થળ પર દરોડો પાડતાં દુકાનમાં એક શખ્સ હાજર મળી આવ્યો હતો. તેનું નામ કમલેશ નારાયણલાલ કલાલ (રહે. જોલવા ગ્રામ પંચાયતની બિલ્ડીંગમાં) હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે દુકાનમાં તપાસ કરતાં તેણે એક ટેબલ પર 18 કિલોનો ભુરા કલરનો ભારત ગેસ કંપનીના બોટલને ઉંધો મુકી તેને પાઇપથી જોડી તેમાંથી 5 લીટરના નાના બોટલમાં ગેસ ખાલી કરતાં હોવાનું જણાયું હતું. તેના દ્વારા ગેરકાયદે રીતે ગેસ રિફિલીંગ વેળાં ગેસના બોટલ સળગી ઉઠે અને મોટી દુર્ઘટના સર્જાય તે સહિતની શક્યતાઓને લઇને કમલેશ વિરૂદ્ધ દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
