Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકાનાં ચવડા ગામે ઉકાળાનું વિતરણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.

Share

ઉમરપાડા તાલુકાનાં ચવડા ગામે ડુંગરીપાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ચવડાં પાથમિક આરોગ્ય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોરોના વાયરસ પ્રતિરોધક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ ગ્રામજનોને કરવામાં આવ્યું હતું. આરોગ્ય અધિકારી હેતલબેન જોશી અને આયુર્વેદિક દવાખાના ડોક્ટર નિલેશભાઈનાં નેતૃત્વમાં ઉપરોક્ત ઉકાળો તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ ઉકાળાનું વિતરણ ગ્રામજનોને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉમરપાડા તાલુકાના ભાજપનાં પ્રમુખ વાલજીભાઈ વસાવા ચવડા ગામના સરપંચ પ્રવીણ ભાઈ વસાવા તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનોની સાથે તેમણે પણ કોરોના વાયરસ પ્રતિરોધક આયુર્વેદિક ઉકાળાનો લાભ લીધો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ સંસદીય મત વિસ્તારના મતદાનની ટકાવારી તાપ-તડકા અને લગ્નની મોસમ પર આધારિત.જાણો કેમ ?

ProudOfGujarat

કૃષિશિક્ષણમાં ખાનગી કરણ નો વિરોધ કરતા ગોધરા કૃષિ ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓ,તંત્રને આવેદન

ProudOfGujarat

અંકલેશ્વરમાં CAA નાં વિરોધમાં વેપાર ધંધા બંધ રેલી યોજી રાષ્ટ્રગીત ગાઈ વિરોધ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!