Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ડમ્પરમાં દહેજ મોકલાયેલું 7.60 લાખનું રિફાઇન્ડ સલ્ફર રસ્તામાં સગેવગે કરાતાં ફરિયાદ

Share

રિલાયન્સ જામનગરથી વિલાયતની બિરલા ગ્રાસિમમાં લઇ જવાનું હતું
ભરૂચ.
અંક્લેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં રહેતાં હરેશ ધારા અસ્વાર ક્રિશવ રોડલાઇન્સ નામે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. છેલ્લાં ચારે વર્ષથી તે સુરતના જય રોડ લાઇન્સ ટ્રાન્સપોર્ટના માલિક વિષ્ણુ વિસા પટેલ પાસેથી કમિશન પર ઓર્ડર રાખે છે. દરમિયાનમાં ગત 10મી ઓગષ્ટે વિષ્ણુએ તેમને ફોન પર જામનગરની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી સલ્ફર ભરીને વિલાયત જીઆઇડીસીની બિરલા ગ્રાસીમ કંપીનમાં ત્રણ ગાડી મોકલવાનો ઓર્ડર મળ્યો છે. જેથી તેમણે જામનરના તેમના પરીચિત હરદિપસિંહ રામદેવસિંહ સરવૈયાના બે ડમ્ફર ભાડે રાખી હતી. જે બાદ રિલાયન્સમાંથી ત્રણ ડમ્પરમાં માલમ ભરીને વિલાયત ખાલી કરવા જવા નીકળી હતી. બિરલા ગ્રાસિમ કંપનીએ પહોંચતાં ત્યાંથી હરેશ અસ્વાર પર ફોન આવ્યો હતો કે, તેમના એક ડમ્પરનો માલ રિજેક્ટ થયો છે. જેથી તેમણે સ્થળ પર જઇ તપાસ કરતાં ડમ્ફરમાં ભેરલું કુલ 31.100 મેટ્રીક ટન  એટલે કે 7.60 લાખની મત્તાનું સલ્ફર ખરાબ છે. જેમાં મિઠા જેવું કોઇ પદાર્થ મિક્ષ કર્યું છે. જેથી તેમણે ડમ્પરના ચાલક જયેશ અરવિંદ ડાંગર (રહે. જામનગર)ને પુછતાં તેણે માલ કેવી રીતે રિજેક્ટ થયો તે જાણ ન હોવાનું જણાવ્યું હતું. જે બાદ ડમ્પર માલિક હરદિપસિંહ સરવૈયાને પુછતાં તેણે પણ  ગોળગોળ વાત કરી હતી. જેથી તેઓએ મળીને ડમ્પરમાંથી રિફાઇન્ડ સલ્ફર કાઢી તેમાં મીઠા જેવો અન્ય કોઇ પદાર્થ ભેળવી દઇ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ વાગરા પોલીસ સ્ટેશને નોધાવી હતી.

Share

Related posts

માંડવીના દેવગીરી ગામે આમલી ડેમમાં હોડી પલ્ટી જતા મૃત્યુ પામેલ પરિવારજનોને ૪ લાખનું વળતર આપવાની ઉમરપાડા કોંગ્રેસે કરી માંગણી.

ProudOfGujarat

કરજણ ડેમમાંથી લોકોની પાણીની જરૂરીયાતને પહોંચી વળવાની સાથે નદીઓને જીવંત રાખવા પાણી છોડાયું. ૧૭૦૦ ક્યુસેક જેટલું પાણી છોડાયું. ૬ અને ૭ નંબરના બે રેડીયલ ગેટ ખોલાયાં.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના જુના નંદાદેવી મંદિરે બાળ સ્વરૂપ માતાજીએ કંકુના પગલા પાડતા દર્શનાથે મોટી સંખ્યા માં લોકો ઉમટી પડ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!