Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કરજણ નજીક આવેલી જિંદાલકંપની પાસે અકસ્માત સર્જાયો, ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું…

Share

વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર  મોડી રાત્રીના 1.45 કલાકે  જિંદલ કંપની પાસે અકસ્માત સર્જાયો હતો. માર્ગ અકસ્માત અંગે પોલીસ દ્વારા ફાયર વિભાગને ઈમરજન્સી કોલ મળતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર માહિતી ડ્રાઈવર વાહનમાં ફસાઈ ગયો હતો.
તાત્કાલિક કરજણ ફાયર સ્ટેશન – વડોદરા હેડક્વાર્ટરમાંથી ફાયર ફાઇટર્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી. આધુનિક લાઈફ સેવિંગ રેસ્ક્યુ ટૂલ્સની મદદથી ફાયર ફાઇટર્સે ઝડપી અને સલામત રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘાયલ વ્યક્તિને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે મોકલવામાં આવ્યો હતો. ફાયર ટીમની ઝડપી કામગીરીના પગલે ચાલકનો જીવ બચી જવા પામ્યો હતો…

:- યાકુબ પટેલ..કરજણ…

Advertisement

Share

Related posts

નવ વર્ષની આશા અને 1500 કિમીની સફર બાદ હૃદયસ્પર્શી પુનઃમિલન

ProudOfGujarat

પાટનગરમાં ધમાસાણ: આજથી વિધાનસભાનું બે દિવસનું સત્ર, જોવા મળશે ધાનાણીની ધમાલ…

ProudOfGujarat

અમદાવાદના નેક્સસ વન મોલ દ્વારા તમામ Nexus મોલ્સના ગ્રાહકો માટે વિશેષ ડીલ્સ અને ડિસ્કાઉન્ટનો પ્રારંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!