Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ વી.સી.ટી. ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા બોર્ડ પરીક્ષામાં વર્ષ 2025માં નોંધપાત્ર સફળતા મેળવી છે. શાળાએ 100 ટકા પરિણામ હાંસલ કરતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.

Share

આ સિદ્ધિને અનુલક્ષીને શાળામાં સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડૉ. આદિત્ય પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને GPSC સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રેરણા પુરી પાડતા જીવનમાં મહેનત અને સંકલ્પના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો.સમારંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તમામ વિદ્યાર્થીઓને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે સંસ્થાના ટ્રસ્ટી અધ્યક્ષ રઘુભાઈ મણિયાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.અંતે કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવાઈ હતી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર બાકરોલ બ્રિજ પાસે યુવાનનો મૃતદેહ મળ્યો .

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ.એકેડમી, નાની નરોલી ખાતે શિક્ષક દિવસ ઉજવણી કરાઇ

ProudOfGujarat

રાજપીપલા સહીત નર્મદા જિલ્લામાં વૈદિક હોળી પ્રગટી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!