મૃતકનો રાજસ્થાન ખાતે રહેતો પરિવાર ભરૂચ આવ્યો
। ભરૂચ ।
રાજસ્થાનના બાંસવાડા ખાતે રહેતા આશિષ પીથા ડામોરના ૫૦ વર્ષિષ કાકા દેવસન સુરત વિસ્તારમાં મજૂરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.દરમિયાનમાં ગઈકાલે રાત્રીના સમયે આશિષના મોબાઈલ પર દેવસનના શેઠનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, ભરૂચથી તેના પર ફોન આવ્યો છે કે, દેવસનનું નબીપુર બિજ પાસે એક્સિડન્ટ થયું છે. અને તેની પાસેથી મળેલી ડાયરીમાં તેમનો નંબર હોઈ પોલીસે તેમને જાણ કરી છે. જેથી આશિષ તેમના પરિવારના અન્ય સભ્યો સાથે તુરંત ભરૂચ આવવા માટે રવાના થયાં હતાં. તેઓએ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચતાં માલુમ પડયું હતું કે, તેમના કાકાનું સારવાર વેળાં મોત થયું છે જેથી તેમણે મામલમા પુછપરછ કરતાં તેમને માલુમ પડયુ હતું કે, રાત્રીના સાડા અગિયાર વાગ્યાના અરસામાં તેમના કાકાને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ભાગી ગયો હતો. બનાવને પગલે તેમણે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
