Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગાડી સ્લિપ થઈ જતાં બાઈક સવાર યુવાનનું સારવાર વેળાં મોત 

Share

દહેજ પાસે ભેંસલી ગામના યુવાનનો અકસ્માત
। ભરૂચ ।
વાગરા તાલુકામાં આવેલાં ભેંસલી ગામે રહેતાં રતિલાલ  વસાવા છુટક મજુરી કરે છે. તેમના ત્રણ સંતાન પૈકીનો સૌથી નાનો પુત્ર જયેશ ગામમાં જ એક દુકાને કામે જતો હતો. ગઈકાલે રતિલાલ છુટક મજૂરી કરી સાંજે ઘરે આવી જોતાં તેમની બાઈક ઘરમાં નહીં દેખાતાં તેમણે તેમની પત્નીને પુછતાં જણાવ્યું હતું કે, જયેશ બાઈક લઈને ક્યાંક ગયો છે. તેઓ ઘરમાં બેઠાં હતાં તે વેળાં તેમના પુત્રના મોબાઈલથી તેમના પર ફોન આવ્યો હતો. ફોન ઉપાડતાં સામેથી અન્ય કોઈ વ્યક્તિ બોલતો હતો. તેણે જણાવ્યું હતું કે, આ મોબાઈલવાળા ભાઈ ભરૂચ દહેજ હાઈવે પર ભેંસલી તરફ જતાં રોડ પર પડી જતાં એક્સિડન્ટ થયુ છે. જેના પગલે પરિવારજનો તુરંત સ્થળ પર દોડી જતાં તેમના પુત્ર જયેશને ગંભીર ઈજાઓ થયેલી જણાઈ હતી. તેમણે તેને પુછતાં જણાવ્યું હતું કે, તે બાઈક લઈને અટાલી ગામ તરફ જઈ રહ્યો હતો. તે વેળાં તેની ગાડી સ્પિડમાં હતી ત્યારે તેણે બાઈકને અચાનક બેક મારતાં બાઈક સ્લીપ થઈ ગઈ હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તબીબે તપાસ કરતાં તેનું મોત થયું હતું. બનાવને પગલે તમણે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

જંબુસરના કલક માર્ગ ઉપર ટ્રક અને બાઇક વચ્ચે થયેલ ગોજારાં અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે મોત

ProudOfGujarat

ગુજરાતમાં વરસાદ 100 ટકા થવાની નજીક છે ત્યારે જાણો જળાશયો કેટલા ભરાયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વેક્સિનેશન માટે નવા 10 કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!