ભરૂચ કર્ણાટકના બેંગ્લોરના રહેવાસી બી.વી. નારાયણ, જેમણે અકસ્માતમાં પોતાનો પગ ગુમાવ્યો હતો, આજે ભરૂચ ખાતે પહોંચ્યા. નારાયણ વિશ્વભરમાં અંગદાન અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનો સંદેશ ફેલાવી રહ્યા છે.જીવનની સૌથી મોટી કસોટી બાદ પણ હિંમત ન હારતા નારાયણે યુવાનોને માર્ગ અકસ્માતોથી બચાવવા માટે જાગૃતિ ઝુંબેશ શરૂ કરી છે. તેઓ કહે છે કે દિવ્યાંગો માટે વાહન બનાવવા કરતાં વધુ જરૂરી એ છે કે યુવાનો અકસ્માતમાં હાથ-પગ ગુમાવવાની પરિસ્થિતિમાં ન આવે.આ મિશન અંતર્ગત નારાયણે ખાસ ડિઝાઇન કરેલી બાઈક પર અત્યાર સુધી ઇજિપ્ત, સુદાન, કેન્યા, તાંઝાનિયા, ઝામ્બિયા, કેમરૂન, પેરાગ્વે, બોલિવિયા, પેરુ, ઇક્વાડોર અને યુરોપ સહિત કુલ 89 દેશોની યાત્રા પૂર્ણ કરી છે. હાલ તેઓ પોતાના જીવનની છેલ્લી રાઈડ પર છે, જેનો ઉદ્દેશ માનવતાનો સંદેશ, ટ્રાફિક સેફ્ટી અને અંગદાન અંગે જાગૃતિ ફેલાવવાનો છે.
Advertisement
