Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર માં મેલી વિદ્યા કરી કહી સોના દાગીના ઉતારી લેતી મહિલા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Share

જિલ્લા સૌ પ્રથમ ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી,અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળો જાદુ અટકાવવા અને ( તેનું ) નિર્મૂલન કરવા બાબત તેમજ છેતરપિંડી નો ગુનો નોંધી મહિલા ની ધરપકડ ના ચક્રો ગતિમાન કર્યા હતા.

બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર ચોર્યાસી ભાગોળ રહેતા અને ત્રણ રસ્તા સર્કલ ખાતે શાકભાજી વિક્રેતા યુવક રોહનભાઈ વસાવા પેટમાં દુખતું હોવાની તેની માતા જ્યોત્સના બેન ના પરિચિત એવા જેને માતાજી આવે છે. એવા પુષ્પા કિરીટ વસાવા પાસે નવા બોરભાઠા ગામ લઇ ગયા હતા. જ્યાં યુવક પુષ્પા બેન પાસે બેઠો હતો તે દરમિયાન પુષ્પા બહેન રોહન ના ગળા ની સોના ની ચેઇન જોઈ તેમાં મેલી વિદ્યા કરી છે. તે દૂર કરવા ઉતારી ને આપવા કહ્યું હતું જે બાદ તેને પૂજા માં મુકવી પડશે 6 દિવસ પછી લઇ જજે કહ્યું હતું. તમારી બધી તકલીફો દૂર થઇ જશે કહ્યું હતું. જે બાદ બીજા દિવસે પણ તેમની પાસે જતા વીંટી માં પણ મેલી વિદ્યા છે કહી તેને પણ લઇ લીધી હતી અને પૂજા મૂકી દીધી હતી. જે બાદ વિશ્વાસ સંપાદન કરી કરી રૂપિયા 20 હજાર રોકડા તેમજ તેના બજાજ ફાઇનાન્સ કાર્ડ પર થી બેડ ખરીદ કર્યો હતો. જે બાદ પોતાની સોના ના દાગીના માગતા ગલ્લા તલ્લા કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અંતે રોહન વસાવા સમગ્ર મામલે શહેર પોલીસ મથકે પહોંચી પી.આઈ. પી.જી ચાવડા ને તમામ હકીકત કહેતા પોલીસે 4.09 લાખ રૂપિયા ના સોના ના દાગીના, 20 હજાર રોકડ અને 15000 રૂપિયા ના બેડ મળી કુલ 4.44 લાખ છેતરપિંડી અને જિલ્લા સૌ પ્રથમ ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી , અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળો જાદુ અટકાવવા અને ( તેનું ) નિર્મૂલન કરવા બાબત ગુનો પુષ્પા કિરીટ વસાવા વિરુદ્ધ નોંધી વધુ તપાસ શરુ કરી હતી અને માતાજી આવતી હોવાના બહાને લોકો જોડે છેતરપિંડી કરી સોનું તથા રોકડ અને સરસામાન પડાવી લેતી મહિલા પુષ્પાબેન વસાવા ની ધરપકડ ના ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement

Share

Related posts

અંક્લેશ્વર હાઇવે પર ઉભેલી ટ્રકમાંથી રૂ\- ૭.૨૨ લાખની મતાની ચોરી

ProudOfGujarat

ભરૂચના ઓમકારનાથ હોલ ખાતે કસુંબીનો રંગ ઉત્સવ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચમાં ૧૦૮ સેવા દ્વારા હીટવેવથી બચવા માટે આરોગ્યલક્ષી સૂચનો અપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!