Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં ગણેશજીની મૂર્તિઓની શોભાયાત્રા દરમ્યાન ઝટપટ પાવડરનાં ઉપયોગ પર પ્રતિબંધ

Share

ભરૂચ

ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે તા.૨૭/૦૮/૨૦૨૫ થી તા.૦૬/૦૯/૨૦૨૫ સુધી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છેજે અન્વયે ગણેશજીની મૂર્તિઓનાં વિસર્જનનાં દિવસો દરમ્યાન શોભાયાત્રામાં આજુબાજુનાં ગામોમાંથી મોટા પ્રમાણમાં જનસમુદાય એકત્રિત થશેઅનુભવે જણાયેલ છે કેગણેશજીનાં વિસર્જનની શોભાયાત્રામાં જોડાયેલ તથા અન્ય લોકો દ્વારા ઝટપટ પાવડરનો છૂટથી ઉપયોગ થાય છેઝટપટ પાવડરમાં સમાવિષ્ટ ઝેરી કેમીકલ્સનાં કારણે વિપરિત અસર થાય છેજેથી ગણેશજીની મૂર્તિઓની શોભાયાત્રા દરમ્યાન ઝટપટ પાવડરનાં ઉપયોગ પર પ્રતિબંધ મુકવો આવશ્યક જણાય છેજે ધ્યાને લઈ નીચે મુજબ હુકમ કરવામાં આવે છે.અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન..આર.ધાધલભરૂચ ગુજરાત પોલીસ અધિનિયમ૧૯૫૧ની કલમ૩૩()(બીઅન્વયે  મળેલ સત્તાની રૂ એ  તા.૦૨/૦૯/૨૦૨૫ ના રોજ ભરૂચ જિલ્લાનાં આમોદ ટાઉન તથા જંબુસર ટાઉન ખાતેતા.૦૩/૦૯/૨૦૨૫ ના રોજ કાવી પોલીસ સ્ટેશન વિસ્તારનાં કાવી ટાઉન તથા કંબોઈ ગામે અને તા.૦૬/૦૯/૨૦૨૫ ના રોજ બાકીનાં સમગ્ર ભરૂચ જિલ્લાનાં વિસ્તારમાં ગણેશજીની શોભાયાત્રા નીકળનાર છેજેમાં ઝટપટ પાવડરના ઉપયોગ પર પ્રતિબંધ મુકવા આથી હુકમ કરવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ૧૯૫૧ ની કલમ૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર રહેશેઆ જાહેરનામાનાં ભંગ બદલ ફરીયાદ માંડવા પોલીસ હેડ કોન્સ્ટેબલથી ઉતરતી કક્ષાનાં ન હોય તેવા પોલીસ ખાતાનાં કર્મચારીશ્રી/અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે.તેમઅધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.આર.ધાધલ તરફથી મળેલા એક જાહેરનામામાં જણાવામા આવ્યું હતું.

Advertisement

 


Share

Related posts

કપડવંજમા રખડતા કૂતરાઓ આવતા જતા રાહદારીઓને બચકાં ભરતા લોકો પરેશાન

ProudOfGujarat

મેહુલીયો રંગમાં : ભરૂચ જિલ્લામાં રાત્રે વરસાદની તોફાની બેટિંગ, વીજળીના ચમકારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી…!!

ProudOfGujarat

ભરૂચ : ટંકારીઆ સીતપોણ તરફના કાંસની સાફસફાઈ સંપન્ન થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!