ભરૂચ એલસીબીની ટીમે દહેજ રોડ પર ભેંસલી પાસે ઓપરેશન પાર પાડ્યું
દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ, કુલ 1.06 કરોડનો જથ્થો જપ્ત
ભરૂચ.
ભરૂચ એલસીબી ટીમ દહેજ પંથકમાં પેટ્રોલિંગમાં હતી તે વેળાં ભેંસલી ગામ પાસે આવેલી રામદેવ હોટલ પાસે ઉભેલો એક આઇશર ટેમ્પો શંકાસ્પદ જણાતાં ટફીમે તેના ડ્રાઇવરની પુછપરછ કરી હતી.ટેમ્પોમાં પાછળ ધાતુની વોટર સ્ટોરેજ ટેન્ક મુબલે જણાઇ હતી. જે મશીન બાબતે તને પુછતાં તેણે જણાવ્યું હતું કે, તે ભાવનગર જવાનો હતો. જોકે, આ તરફ તે ભુલથી આવી ગયો હતો. જેથી તેની વાતચિતથી પોલીસને શંકા જતાં તેમણે ટેમ્પોમાં તપાસ શરૂ કરી હતી. તેમજ ડ્રાઇવરના નામઠામની પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, તેનું નામ જેસારામ વિશનારામ જાટ (રહે. બાડમેર, રાજસ્થાન) છે. અને ટેમ્પોમાં તે ધાતુની વોટર સ્ટોરેજ ટેન્ક લઇ જાય છે. પોલીસે તેની ઉલટપુછપર કરતાં તેને કબુલ્યું હતું . ટેન્કમાં વિદેશીદારૂની હેરાફેરી કરે છે. જેથી ટીમે ટેન્કમાંથી દારૂનો જથ્થો કાઢતાં અલગ અલગ બ્રાન્ડની કુુલ 85.87 લાખની મત્તાનો વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેના પગલે ટીમે તેની પાસેથી મોબાઇલ, રોકડા રૂપિયા 5 હજાર, 20 લાખની મત્તાનો આયશર ટેમ્પો મળી કુલ 1.06 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટીમે વિદેશીદારૂ અંગે પુછતાં તેણે જણાવ્યું હતું કે, ઉત્તરાખંડના દહેરાદૂનથી રાહુલ નામના શખ્સે તેને વિદેશીદારૂનો જથ્થો ભરી આપ્યો હતો. અને વ્હોટ્સ એપ પર લોકેશન મોકલ્યું હતું. જેના આધારે તે ભેંસલી પાસેથી રામદેવ હોટલ પર પહોંચ્યો હતો.ટીમે ડ્રાઇવર જેસારામની ધરપકડ કરી માલ મોકલનાર રાહુલ તેમજ મંગાવનાર સહિત ટેમ્પો માલિકને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ધાતુનું વોટર સ્ટોરેજ ટેન્ક કાપવા ગ્રાયન્ડર મશીનનો ઉપયોગ કર્યો વિદેેશીદારૂનો જથ્થો ભરેલું ધાતુનું વોટર સ્ટોરેજ ટેન્ક ચારેય તરફથી સીલ એટલે કે વેલ્ડિંગ કરેલું હોવાથી ટીમે સ્પેશિયલ ગ્રાયન્ડર મશીન મંગાવી કલાકોની જહેમતે ટેન્કને કાપતાં તેમાં વિવિધ બ્રાન્ડની વિદેશીદારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસને ચકમો આપવા બુટલેગરોએ આજમાવેલો કિમીયો પોલીસે ઝડપી પાડ્યો હતો.
દહેજ બાદ ટેમ્પો વડોદરા માલ પહોંચાડનાર હતો ઉત્તરાખંડના દહેરાદૂનથી રાહુલ નામના શખ્સે વિદેશીદારૂનો જથ્થો ટેમ્પોમાં ભરી આપ્યાં બાદ ટેમ્પો ચાલકને બે લોકેશન મોબાઇલમાં મોકલી આપ્યાં હતાં. જેમાં એક લોકેશન રામદેહ હોટલ પાસેનું હતું. જ્યારે બીજુ લોકેશન વડોદરા પાસેના રણોલીનુું હતું. જોકે, તે દારૂનો જથ્થો સગેવગે કરે તે પહેલાં જ પોલીસે તેમને ઝડપી પાડ્યાં હતાં.
