Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શ્રીકૃષ્ણ આશ્રમશાળા, થવાના વિદ્યાર્થીઓનો કલા મહાકુંભ ૨૦૨૫માં ઝળહળતો દેખાવ

Share

ભરૂચ
તાજેતરમાં યોજાયેલા કલામહાકુંભ અંકલેશ્વર ખાતે નેત્રંગ તાલુકાના થવાની શ્રીકૃષ્ણ આશ્રમશાળાના વિદ્યાર્થીઓએ કલા મહાકુંભ ૨૦૨૫માં જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. આ કલામહાકુંભમાં આશ્રમશાળાના ૬ થી ૧૪ વર્ષની વયજૂથના બાળકોએ જિલ્લાકક્ષાએ લોકનૃત્ય સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંતઆ જ વયજૂથની બાળાઓએ પ્રાચીન ગરબામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ બંને કૃતિઓ હવે ઝોન કક્ષાએ ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. સાથોસાથ  સ્કૂલ બેન્ડમાં  થી ૧૪ વય જૂથ માં દ્રિતિય ક્રમ તથા ૧૫ થી ૨૦ વય જૂથમાં તૃતીય ક્રમ મેળવી નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે.  ૬ થી ૧૪ વર્ષના વયજૂથમાં દ્વિતીય ક્રમ અને ૧૫ થી ૨૦ વર્ષના વયજૂથમાં તૃતીય ક્રમ પ્રાપ્ત કરીને તેમણે પોતાની કળાનો પરિચય કરાવ્યો છે. આ તમામ વિજેતા વિદ્યાર્થીઓને ગ્રામ નિર્માણ કેળવણી મંડળના પ્રમુખ યોગેશભાઈ જોશીમંત્રી રાજેન્દ્રસિંહજી માંગરોળાઆશ્રમશાળાના આચાર્ય રંજનબેન અને સમગ્ર સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા. વિદ્યાર્થીઓને તાલીમ આપનાર ટ્રેઈનર ભાવિનભાઈ વસાવાને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ વિદ્યાર્થીઓ વધુ પ્રગતિ કરી શાળાસમાજ અને રાષ્ટ્રનું નામ રોશન કરે તેવી અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી.


Share

Related posts

છોટાઉદેપુરના બોડેલી ગામના જવાન શહિદ થતાં ગામમાં ગમગીનીનો માહોલ.

ProudOfGujarat

અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસેની વિપીનપાર્કમાં સગર્ભા મહિલા એ ગળે ફાસો ખાઈ જીવન દોરી ટૂંકાવી …

ProudOfGujarat

અમદાવાદ એરપોર્ટ પરથી DRI એ 32 કરોડના બ્લેક કોકેઇન સાથે બ્રાઝિલના નાગરીકની ધરપકડ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!