Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જીએનએફસી પ્લાન્ટ પાસે પાર્કિંગમાં વિદેશીદારૂનું કટિંગ કરતાં બે ઝડપાયાં : ત્રણ વોન્ટેડ

Share

પોલીસે 1.83 લાખનો દારૂ તેમજ બે કાર સહિત કુલ 9.98 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભરૂચ.

Advertisement

ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, ભોલાવ જીઆઇડીસી વિસ્તામાં આવેલાં જીએનએફસી પ્લાન્ટની બહાર પાર્કિંગમાં વાગરાના રહાડ ગામનો ઇમરાન પટેલ તેની સ્વિફ્ટ કારમાં વિદેશીદારૂ લાવી અન્ય બુટલેગરને દારુનું કટિંગ કરનાર છે. જેના પગલે ટીમે સ્થળ પર વોચ ગોઠવી હતી. દરમિયાનમાં સ્વિફ્ટ કાર આવ્યાં બાદ સફેદ કલરની ઓરા કાર આવતાં બે જણાં એક કારમાંથી બીજી કારમાં મિણીયા થેલા મુકતાં હોવાનું જણતાં ટીમે દોડી જઇ બન્નેને ઝડપી પાડતાં તેમના નામ ઇમરાન મહોંમદ પટેલ (રહે. રહાડ, વાગરા) તેમજ હર્ષદ કાંતિલાલ વાળંદ (રહે. નરનારાયણ બંગ્લોઝ, ભોલાવ) હોવાનું માલુમ પડ્યું હતું. પ્રાથમિક પુછપરછમાં ઇમરાને કબુલ્યું હતું કે, તેણે સુરતના કિમ ખાતથી લખનલાલ નામના શખ્સ પાસેથી વેચાણથી લાવ્યો છે. જે દારૂ તે હર્ષદ કાંતિલાલ વાળંદ સહિત નવી વસાહત ખાતે રહેતી મીનાક્ષી ઇન્દ્રવદન મહેતા તેમજ ધોળીકુઇ વિસ્તારમાં રહેતાં મહેન્દ્ર ઉર્ફે ટેલરને વેચાણથી આપવાનો હતો. પોલીસે તેમની પાસેથી કુલ 1.83 લાખનો દારૂ તેમજ 15 હજારના બે મોબાઇલ તેમજ બે કાર મળી કુલ 9.98 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરૂદ્ધ પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ગોધરા તાલુકામાં કુણ નદી પર આવેલ વેન્ટેડ ડીપ પર પુલ બનાવવાની કામગીરીને ધ્યાને રાખી અવર-જવર 15 મી નવેમ્બર, 2020 સુધી પ્રતિબંધિત વૈક્લ્પિક રસ્તાઓ જાહેર કરાયા.

ProudOfGujarat

અંકલેશ્વર શહેરમાં ગુંજ ગરબા મહોત્સવનો ગુંજારવ ખીલ્યો…

ProudOfGujarat

શ્રેષ્ઠ પંડાલના દ્વિતીય ક્રમાંકની ટ્રોફી સામાજિક આગેવાન દિનેશ અડવાણીના હસ્તે જ્વાલેશ્વર બોયઝને અપાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!