Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકના છેલ્લા નવ વર્ષથી ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ઝડપી પાડ્યો હતો.

Share

ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડના પી.એસ.આઈ. આર.એચ. ચાવડા દ્વારા સ્ટાફ સાથે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાનમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે એક મોટા ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ મથકે નોંધાયેલા ચોરીના ગુનામાં છેલ્લા નવ વર્ષથી ફરાર રહેલ મધ્યપ્રદેશના કઠ્ઠીવલા તાલુકાના ભોલવાંટ ગામનો રહેવાસી, વિનુ દુલિયા ભિલાલા, હાલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલ ગોલ્ડન પોઈન્ટ પાસે જોવા મળ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી. તેમ જ બાતમીના આધારે ટીમએ સ્થળ પર પહોંચીને ચપળ કામગીરી કરીને આરોપી વિનુ ભિલાલાને ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસ તેની સામે વધુ તપાસ હાથ ધરી રહી છે

Advertisement

Share

Related posts

વાગરા તાલુકાના ખોજબલ ગામે રહસ્યમય ઘટના: ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે યુવાનનો મૃતદેહ મળ્યો, ગળા પર કપડું મળતાં હત્યાની આશંકા

ProudOfGujarat

નેત્રંગનાં જીનબજાર વિસ્તારમાંથી 11 જુગારીઓ સાથે 5 લાખ કરતાં વધુની મત્તા ઝડપી પાડતી નેત્રંગ પોલીસ.

ProudOfGujarat

રાજપીપળામાં આવેલ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!