Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં ચાર કલાકમાં 7.8 ઇંચ વરસાદ ખબક્યો.ઉચવાણ ગામે કોઝવે પરથી લાકડા લઈને જઈ રહેલ યુવક અને મોપેડને તણાતા બચાવી લેવાયો.

Share

વાંકલ

સુરત જિલ્લાનું ઉમરપાડા તાલુકાને ચેરાપુંજી તરીકે ઓળખાય છે.બપોરના બે થી સાંજે છ વાગ્યાં સુધીમાં 7.8જેટલો વરસાદ ખબક્યો હતો અને જનજીવન પ્રભાવિત થયું હતું. ઉમરપાડાના કેવડી થી શારદાગામને જોડતા લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો.લો-લેવલ કોઝ્વે પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો તેમજ સ્થાનિક અને ઇમરજન્સી સેવાઓ પ્રભાવિત થયા હતા.ઉમરપાડાની મોહન નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી હતી.

Advertisement

કેવડી ગામેથી પસાર થતી મહુવન નદી ગાંડીતૂર ના દ્રશ્યો જોવા મળ્યા હતા.ગોંડલીયા ગામ પાસે પસાર થતી વીરા નદી બે કાંઠે વહી રહી છે.ચિતલદાથી ગોંડલીયા ગામની વચ્ચે વીરા નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો.બન્ને ગામનો સીધો સંપર્ક તૂટી ગયો હતો.ઝરપણ ઉંમરખાડી રસ્તો પણ બંધ થઈ જવા પામ્યો છે.ઉચવાણ ગામના લો લેવલ બ્રિજ પરથીમોપેડ અને લાકડા લઈને જઈ રહેલ યુવકને સ્થાનિકોએ બચાવી લીધો હતો. પાણી ઓસરતા રસ્તો પુનઃ ચાલુ કરી દેવામાં આવશે એમ જાણવા મળી રહ્યું છે.


Share

Related posts

કસક વિસ્તારમાં દેશી-દારૂ ના અડ્ડા નું કવરેજ લેવા ગયેલા સાપ્તાહીકના પત્રકાર સહિત બે મળી ત્રણ ઢીબાયા…

ProudOfGujarat

ભરૂચનાં ભીડ ભંજરના યુવકોએ માનવતા મહેકાવી માતાથી વિખુટા પડેલા 4 વર્ષીય બાળકનું માતા સાથે મિલન કરાવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ડુપ્લીકેટ માર્કશીટ કૌભાંડની તપાસમાં દિલ્હીમાં ધામાં નાંખી આખરે આરોપીની ધરપકડ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!