Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ખરોડ ગામ નજીક આવેલી રોજ હોટલ ગાર્ડનમાં સર્વ ધર્મ સર્વ જ્ઞાતિના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો,

Share

ખરોડ નજીક આવેલી રોજ ગાર્ડન હોટલ ખાતે સર્વ ધર્મ સર્વ જ્ઞાતિના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો. આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં  યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો.  યુગલો પોતાના ધર્મના રીત રિવાજ મુજબ લગ્નગ્રંથિમાં જોડાયા ત્યારે ખરોડની  ધરતી કોમી એકતાના સંદેશ સાથે કોમી એકતાનો દિપ પ્રજવલ્લિત થઇ ઉઠયો હતો. સમગ્ર સમૂહ લગ્નોત્સવ સમારોહ વાગરાના અગ્રણી હાફેજી ઇસ્માઇલભાઇ તથા તેઓની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

સાંપ્રત મોંઘવારીના યુગમાં ગરીબ વર્ગના લોકો માટે પોતાના દીકરા – દીકરીઓના લગ્ન કરાવવા ખુબ કઠિન બની ગયા છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરીબ વર્ગના લોકોની વ્હારે આવી એક સરાહનીય કાર્ય થકી અને અન્યો માટે પ્રેરણાદાયી પુરવાર થઈ રહ્યા છે.  આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લઇ રહેલા યગલોને સખી દાતાઓ તરફથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ અર્પણ કરવામાં આવી હતી. આયોજકો દ્વારા હોટલ રોજ ગાર્ડન માં ભોજનની પણ સુંદર વ્યવસ્થા રાખવામાં આવી હતી…

Advertisement

:- યાકુબ પટેલ..પાલેજ…


Share

Related posts

નડિયાદ પશ્ચિમમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે  દરોડો પાડી મોટી માત્રામાં  ઈંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડ્યો

ProudOfGujarat

હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રજાની લાગણી અને માંગણીને વાંચા આપવા પ્રદેશ પ્રમુખ આદરણીય અમિત ચાવડાની સૂચના અનુસાર હાંસોટ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

માંગરોળના કોસાડી ગામનો ૬૪૦૦ કિલો ગૌમાંસના ગુનાનો વોન્ટેડ આરોપીને S.O.G. એ ઝડપી લીધો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!