Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં માર્ગોની હાલત બિસ્માર, સર્વિસ રોડ પર ખાડાઓથી ત્રાહિમામ

Share

ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં માર્ગોની હાલત અત્યંત બિસ્માર જોવા મળી રહી છે. ખાસ કરીને નબીપુરથી ભરૂચ તરફ જતો સર્વિસ રોડ તો હાલ કચરાપેટી સમાન બની ગયો છે. રોડ પર જગ્યા જગ્યા પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.આજ રોજ નબીપુરથી ભરૂચ તરફ જતાં આ સર્વિસ રોડ પર એક ભારે ટ્રક ખાડામાં ફસાઈ જતા લાંબી લાઈનો લાગી ગઈ હતી. પરિણામે અન્ય વાહનચાલકોને પણ ભારે ખટપટનો સામનો કરવો પડ્યો હતો.સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ માર્ગ પર છેલ્લા ઘણા મહિનાઓથી કોઈ જ મરામત કામ કરવામાં આવ્યું નથી. વારંવાર રજૂઆતો કર્યા છતાં તંત્ર કાનમાં તેલ નાખી સૂતું રહ્યું છે. ભારે વરસાદ બાદ માર્ગોની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે અને હવે અકસ્માતની શક્યતા પણ વધતી જાય છે.લોકોએ તાત્કાલિક માર્ગોની મરામત કરવાની માંગણી કરી છે, જેથી રોજિંદા મુસાફરીમાં થતા ખટપટમાંથી રાહત મળી શકે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : કાનૂની સેવા સમિતિ દ્વારા એસ.ટી ડેપો  ખાતે કાનૂની શિબિર યોજાઇ.

ProudOfGujarat

શાંતિભર્યા વાતાવરણમાં એસ.એસ.સી અને એચ.એસ.સી.ની પરીક્ષાનો થયેલ પ્રારંભ.પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં જણાયા…

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા પ.વ.ડી વિભાગની નિષ્કાળજીના પાપે શહેરનો વિકાસ અવરોધાયો..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!