Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર નવી દીવા અને કોસમડી ગામ ખાતે થી ઈંગ્લીશ દારૂ જથ્થો ઝડપી પાડ્યો હતો.

Share

જીઆઇડીસી પોલીસે ઇંગ્લીશ કોસમડી ગામ કહતે 225 બોટલ મળી 32 હજાર ઉપરાંત નો દારૂ જપ્ત કર્યો હતો. શહેર એ ડિવિઝન પોલીસે નવી દીવા 154 બોટલ મળી 36 હજાર ઉપરાંત નો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ ની ટીમ ખાતે કોસમડી વિસ્તાર પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે કોસમડી ટેકરા ફળિયા માં વિપુલ વસાવા એ પોતાના રસોડા માં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડ્યો હોવાની બાતમી આધારે દરોડા પાડ્યા હતા જ્યાં દારૂ ની નાની-મોટી બોટલ મળી 225 મળી કુલ 32.850 રૂપિયાનો દારૂ નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિપુલ વસાવા ની વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરુ હતી. બીજી તરફ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા ચોક્કસ માહિતી આધારે નવી દીવા ગામ ખાતે મહિલા બુટલેગર લલિતા વસાવા ના ઘરે દરોડા પાડ્યા હતા. અને પોલીસે તેના ઘર માંથી ઈંગ્લીશ દારૂની 154 બોટલ નાની મોટી મળી આવી હતી. પોલીસે કુલ 36.050 રૂપિયા દારૂ નો જથ્થો જપ્ત કરી મહિલા બુટલેગર લલિતા વસાવા ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરુ કરી હતી.

Advertisement

Share

Related posts

ભારતીય સેનાના વિંગ કમાન્ડર અભિનંદનના પરત ફરવાના સમાચારે ભરૂચ પંથકમાં ઉત્સવ ઉજવાયો…

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પોલીસ નાગરિકો માટે હવે નિભાવશે નાયકની ભૂમિકા- ફરિયાદો, સૂચનો અને અભિપ્રાયો માટે પ્રારંભિક 5 સ્થળોએ લેટર બોક્સ મુકાયા.

ProudOfGujarat

ગ્રીષ્માને ન્યાય અપાવવા ડેડિયાપાડાના ધારાસભ્ય એ મુખ્યમંત્રીને પત્ર દ્વારા કરી રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!