Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જાહેર રસ્તા ઉપર રખડતા ઢોર પકડવામાં આવ્યા

Share

આજે તા – ૩/૯/૨૦૨૫ ને બુધવાર ના રોજ બપોર બાદ શહેરમાં રખડતા ઢોર પકડવાની ડ્રાઇવ શરૂ કરવામાં આવી.

શહેરમાં રખડતા ઢોર ટ્રાફિકમાં અડચણ કરતા હોય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને કે અકસ્માત ન થાય તેના માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઢોરને પકડીને અંકલેશ્વર નગરપાલિકા ના મોદી નગર પાસે આવેલ ઢોર ડબ્બામાં નીચેની વિગતે પૂરવામાં આવ્યા. જેમાં રખડતા ઢોર પૈકી ભેંસ – ૦૫ , નાના પાડા/પાડી – ૦૩ તેમજ ગાય – ૦૩ અને વાછરડા/વાછરડી – ૦૫ એમ એકંદરે કુલ રખડતા ઢોર – ૧૮ ને ઢોર ડબ્બામાં પુરવામાં આવેલ છે. આ ડ્રાઇવ દરમ્યાન ચીફ ઓફિસરશ્રી કેશવલાલ કોલડિયા ના માર્ગદર્શન હેઠળ અને સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રી રઘુવીરસિંહ મહીડા ની હાજરીમાં સેનીટેશન ખાતાના સુપરવાઈઝરશ્રી – ૦૨ અને નગર પાલિકા મજૂરો તેમજ સંસ્કાર એજ્યુકેશન ની ટીમના સભ્યો હાજર રહીને રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવેલ છે.અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પશુ પાલકોને તાકીદ કરવામાં આવેલ છે કે તમારા પશુઓને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં.જો તમોને આપેલ સૂચનાનુ પાલન કરવામાં નહીં આવશે તો તમારા સામે નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જે અંગેની તાકીદ કરવામાં આવી.

Advertisement

Share

Related posts

ભરૂચ : જિલ્લામાં છ દિવસ બાદ સાર્વત્રિક વરસાદથી પ્રજાને ગરમીમાંથી છુટકારો, ખેડૂતોમાં હરખ..

ProudOfGujarat

ડેડીયાપાડામાં જામ્યો ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ, ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : તરણેતરના મેળામાં ૧૭૦ જેટલા પશુઓ વચ્ચે સ્પર્ધા : ૧૪૪૫ કિલોનો મહાકાય જાફરાબાદી પાડો બન્યો આકર્ષણનું કેન્દ્ર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!