Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના સ્ટેશન રોડ પર ચારેક ફૂટનો ભૂવો પડ્યો: પાલિકાએ તાત્કાલિક પુરાણ કર્યું 

Share

ભરૂચ પાલિકા અચાનક ભૂવો પડવાનું કારણ જાણવા ટીમ બનાવશે
। ભરૂચ ।
ભરૂચ શહેર જિલ્લામાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર ઠેરઠેર ખાડા પડવાને કારણે એક તરફ લોકો એમ જ પરેશાન છે. ત્યારે શહેરના મુખ્ય અને અતિ મહત્વના એવા સ્ટેશન રોડ પર પ્લાઝા હોટલ નજીક રોડની વચ્ચોવચ્ચ ચારેક ફૂટનો ભૂવો પડતાં માર્ગ પરથી પસાર થતાં વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, ઘટનાની જાણ થતાં નગરપાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ સહિતના અધિકારીઓ તુરંત સ્થળ પર દોડી આવ્યાં હતાં. તેમણે ભૂવાની બન્ને તરફ બેરીકેટ મુકી દીધાં હતાં. જેથી કે, અજાણ્યામાં કોઈ વાહન ભૂવામાં ખાબકે નહી.
ભરૂચ નગરપાલિકાની ટીમે રાતોરાત એકશનમાં આવી ભૂવામાં પુરાણ કરવાની કામગીરી શરૂ કરી અંદાજે ત્રણેક કલાકમાં જ ભુવો પુરી નાંખ્યો હતો. જોકે, પાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક કરી એક સ્પેશિયલ ટીમ બનાવવાની કવાયત હાથ ધરી છે. જેમાં ભૂવો કેમ પડ્યો તેનું કારણ શોધવામાં આવશે. તેમજ આગામી દિવસોમાં પુન: ભૂવો ન પડે તે માટે શું કરી શકાય તે સહિતની કામગીરી કરવામાં આવશે.

Share

Related posts

વલસાડ-દોલત ઉષા વિદ્યાર્થીઓએ 2 ગોલ્ડ -1 બ્રોન્ઝ મેડલ મેળવ્યો…

ProudOfGujarat

સરકારની ગ્રાન્ટનો રાજપીપળા હિન્દૂ દેવસ્થાન કમિટી યોગ્ય ઉપયોગ નથી કરતી:બજરંગ દળનો આક્ષેપ.

ProudOfGujarat

ભરૂચ ક્રાઈમ બ્રાંચે ૪૫ લાખ ઉપરાંતનો દારૂ જપ્ત કર્યો: બુટલેગરોમાં સનસનાટી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!