Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉકાઇ કાકરાપાર જમણા કાંઠા નહેરની કામગીરીને લઇને પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદિપ માંગરોલાનો સીએમને પત્ર

Share

ભરૂચ.
ઉકાઇ કાકરાપાર જમણાકાંઠા નહેરના સુધારણા કામ અંગે કામગીરી અને ખેડૂતોને નુકશાન ન થાય તે માટે વૈકલ્પિક ઉપાયો અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના મહામંત્રી સંદિપ માંગરોલાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
મુખ્યમંત્રીને લખેલાં પત્રમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના મહામંત્રી સંદિપ માંગરોલાએ જણાવ્યું છે કે, ઉકાઇ કાકરાપાર જમણા કાંઠા નહેરની વહન ક્ષમતા હાલની 3250 ક્યૂસેકથી વધારીને 4250 કરવા માટે રાજ્ય સરકારે કામગીરી હાથ ધરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જે લાંબાગાળે વિસ્તારના ખેડૂતો માટે અત્યંત આવકારદાયક છે. પરંતુ, હાલના આયોજન મુજબ 90 દિવસ સુધી નહેર બંધ રાખવામાં આવવાથી સુરત અને ભરૂચ જિલ્લાના ખેડૂતોને ગંભીર અસર થશે. ખાસ કરીને ડાંગર શેરડી રોપણી તથા અન્ય પાકોની સિંચાઇ શક્ય નહીં બને. આજના ટેક્નોલોજી યુગમાં યોગ્ય મશીનરી, અનુભવી કોન્ટ્રાક્ટરો તથા તાત્કાલિક મેનેજમેન્ટથી આ જ કામ 50 દિવસની અંદર પૂર્ણ થઇ શકે છે. અત: તેમણે રાજ્ય સરકારને  વિનંતી કરી કેટલાંક સુચનો આપ્યાં છે. જેમાં સિંચાઇ માટે મુખ્ય નહેરમાંથી શાખા કે સબ-કેનાલમાં પાઇપલાઇન વડે તાત્કાલિક પાણી પુરવઠો, ખેડૂતોને ભૂગર્ભ જળ માટે વીજળી-ડીઝલ પંપ સહાય, ચેકડેમ, તળાવ, કૂવો અને સંગ્રહિત પાણીના સ્ત્રોતોને નહેર સાથે જોડવાનો પ્રયાસ કરવો જોઇએ. ટેક્નિલ બાબતોમાં આખી નહેર એક સાથે બંધ કરવાને બદલે ફેઝ વાઇઝ કામનું આયોજન, ત્રણ શિફ્ટમાં 24X7 વર્ક મોડથી ઝડપથી કામ પૂર્ણ કરવું તેમ જ્યાં શક્ય હોય ત્યાં બાયપાસ ચેનલ બનાવી પાણી પુરવઠો ચાલુ રાખવાનું આયોજન કરવું જોઇએ. તેમજ ખેડૂતો માટે સહાયને લઇને તેમણે નહેરબંધ સમયગાળા દરમિયાન વળતર યોજના અથવા સબસિડી મળી જોઇએ, ઓછા પાણીવાળા પાક તરફ ખેડૂતોને કૃષિ માર્ગદર્શન આપવું તેમજ સહકારી પાણી વહેચી યોજના દ્વારા પાણીનું ન્યાયી વહેચાણ થાય તેવું આયોજન કરવું જોઇએ

Share

Related posts

ઝઘડિયા તાલુકાનાં જુની તરસાલી ગામે ખાણ ખનીજ વિભાગની રેઇડ, બિનઅધિકૃત રેતીનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચના હાંસોટ ખાતે ભાઈને ત્યાં આવેલી પાકિસ્તાની મહિલાને પરત રવાના કરાઈ

ProudOfGujarat

હાંસોટના સુણેવ ગામ નજીક એમ્બ્યુલન્સ પલટી જતા અકસ્માત, 2 લોકો ઇજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!