Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

હાંસોટના સુણેવ ગામ નજીક એમ્બ્યુલન્સ પલટી જતા અકસ્માત, 2 લોકો ઇજાગ્રસ્ત

Share

ભરૂચ:

ભરૂચના હાંસોટથી સુરતના ઓલપાડને જોડતા માર્ગ પર એક એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો હતો. હાંસોટ તરફથી સુરત જઈ રહેલી એમ્બ્યુલન્સના ચાલકે સુણેવ ગામ નજીક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા વાહન પલટી ગયું હતું.અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર મહિલા સહિત બે લોકોને ઇજા પહોંચી હતી. ઘટનાસમયે એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી સવાર ન હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માતની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હાંસોટ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે માર્ગ પર થોડા સમય માટે વાહનવ્યવહાર અસરગ્રસ્ત થયો હતો. પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા કોંગ્રેસનાં સિનિયર અગ્રણી અને અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી કમિટીનાં પૂર્વ ચેરમેન સિકંદરભાઈ ફડવાલા દ્વારા પત્ર લખી કોવીડ-19 નાં હોસ્પિટલો કાર્યરત કરવા પ્રજાહિતમાં રજુઆત કરાઈ.

ProudOfGujarat

વડોદરામાં 850 કિલો કાચા કેળામાંથી તૈયાર કરાઈ ગણેશ મૂર્તિ…

ProudOfGujarat

૧૪ ઓગસ્ટના રોજ અનેક દેશોમાં ડોલ્બી સિનેમા® સ્ક્રીન પર રિલીઝ થનારી વોર ૨ (હિન્દી અને તેલુગુ) એકમાત્ર ભારતીય ફિલ્મ બનશે – યશ રાજ ફિલ્મ્સ અને ડોલ્બી દ્વારા સીમાચિહ્નરૂપ જાહેરાત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!