Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર ના જૂના બોરભાઠા ( ભાણા પટેલ ના બેટ ) ગામ ના ખેડૂતોની દિવાળી બગડી હોવાનું જણાવી રહ્યા છે. 

Share

નર્મદા ના પાણી ફરી વળતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ખેતરમાં પાણી જ સ્થિત થતા પાક બચાવો મુશ્કેલ બન્યું છે. તંત્ર દ્વારા નર્મદા પાણી અસરગ્રસ્ત ગામોમાં સર્વે જલ્દી કરાવે તેવી ધાર્ત્રીપુત્રો ની માંગ કરી રહ્યા છે.

અંકલેશ્વર માં નર્મદા કાંઠા ના ગામ માં નર્મદાના પૂરના પાણી ઓસર્યા બાદ ના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખાસ કરી ને ખેતર માં ઉભા પાક નષ્ટ થતા ધરતીપુત્રો દિવાળી બગડી હોવાનો રાગ આલાપે રહ્યા છે. જુના કાંસીયા, જુના છાપરા, જુના માંડવા બુઝર્ગ, નૌગામા, સહીત ના ગામો માં પાણી 48 કલાક ખેતર માંથી ઉતર્યા છે. જે બાદ ખેતરમાં પાકને વ્યાપક નુકસાન જોવા મળ્યું છે. આ વચ્ચે જૂના બોરભાઠા બેટ ( ભાણા પટેલ ના બેટ ) માં હજુ પણ ગામ બેટમાં ફેરવાયું હોય તેમ જોવા મળી રહ્યું છે. ગામ ની ત્રણ બાજુ ખેતરો માં બસ નર્મદા ના જ પાણી જોવા મળી રહ્યા છે. ધરતીનો તાત આજે નર્મદા નદી ના નું નીર ઉતરી જવા છતાં હજુ પણ તેના લિસોટા ભૂલી નથી રહ્યા ખેતરો માં નર્મદા નદી ના પાણી નો વિપુલ ભરાવો થતાં  શાકભાજી માં તુવેર, કરેલા, પરવળ, દૂધી, ભીંડા, મરચા  સહિતના પાકો તેમજ ફળ માં કેળ, શેરડી, પાક ને નુકસાન થયું હોવાનું જણાવી રહ્યા છે. ગામ ના ખેડૂતોની દિવાળી બગડી હોવાનું ખેડૂતને ગામ ના સરપંચ પંકજભાઈ પટેલ એ જણાવ્યું હતું તેઓ ગામ ની ખેતી બેટ માં ફેરવીએ ગઈ છે. પાણી નિકાલ ખેતર માંથી અટક્યો છે. ખેતરો માં ઉભો પાક નષ્ટ થતા ધરતી પુત્રો ની દિવાળી બગડી છે. નુકશાની નો અંદાજ કાઢવો મુશ્કેલ છે. ત્યારે લાખો રૂપિયા નો ઉભો પાક બરબાદ થતા ધરતી પુત્રો દિવાળી ચોક્કસ બગડી હોવાનું જણાવ્યું હતું. તો ગામ ના ખેડૂત કૌશિક પટેલ એ જણાવ્યું હતું કે તેમનો તેમજ ગામ ના તમામ ખેડૂતો ન ખેતરો માં સરદાર સરવોર ડેમ માંથી છોડવામાં આવેલ પાણી ના નીર ફરી વળ્યાં છે. જેને લઇ ઉભો પાક નષ્ટ થયો છે. પ્રત્યેક ખેડૂતો ને લાખો નું નુકસાન થયું છે.ખેતરો પાણી ભરાઈ ગયા છે પાક ને  નુકશાન થયું છે. આ નુકસાનની ભરપાઈ સરકાર કઈ રીતે કરશે તે સવાલ છે. સરકાર દ્વારા સર્વે કરી નુકસાન વળતર આપે તેવી માંગ છે

Advertisement

Share

Related posts

પંચમહાલ જીલ્લામાં ગરમીના ભીષણ પ્રકોપથી જાહેરમાર્ગો સુમસામ, રાહત મેળવવા જનતાનો જ્યુસ સહીત પાણીદાર ફળોનો આશરો

ProudOfGujarat

કપાસ ક્રાંતિ યોજના: ઝઘડિયા, નેત્રંગ અને વાલિયાના ખેડૂતોને 17 ઓગસ્ટ સુધી જાણ કરવા અપીલ : CST અને ICM ઘટક હેઠળ સહાય માટે અરજી કરનારા ખેડૂતો માટે મહત્વપૂર્ણ સૂચના

ProudOfGujarat

ડેડિયાપાડા ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી : વડાપ્રધાનના હસ્તે રૂ.૯૭૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!