Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં બે જ કલાકમાં તસ્કરોએ બે મકાનના તાળા તોડ્યાં : 1.57 લાખથી વધુની ચોરી

Share

જગન્નાથ મંદિર પાસે આવેલી જલારામ ધામ સોસાયટીની ઘટના

ભરૂચ.

Advertisement

ભરૂચ શહેરના જગન્નાથ મંદિર પાસે આવેલી જલારામ ધામ સોસાયટી ખાતે ગોપાલચંદ્ર રસાનંદ રાઉ તેમના પરિવાર સાથે ગત શનિવારે રાત્રે સાડા નવેક વાગ્યે ગણેશ વિસર્જનની શોભાયાત્રાઓ જોવા માટે ગયાં હતાં. જ્યાંથી તેઓ સાડા અગિયાર વાગ્યાના અરસામાં પરત આવ્યાં હતાં. તેમણે જોયું તો તેમના ઘરને મારેલું તાળૃં કોઇ હથિયારથી તોડી નાંખેલું હોય તેમ જણાયું હતું. તેમણે ઘરમાાં જઇ તપાસ કરતાં તેમની તિજોરી ખુલ્લો હોઇ તમામ સામાન નિચે વેર-વિખેર પડેલો હતો.અને તેમની તિજોરીમાંથી 1.45 લાખની મત્તાનો એક સોનાનો હાર તેમજ રોકડા રૂપિયા 12 હજાર મળી કુલ 1.57 લાખની ચોરી થઇ હતી. દરમિયાનમાં માલુમ પડ્યું હતું કે, તેમની સાોસયટીમાં રહેતાં કાંતી રંજન શાહુના મકાનનું તાળુ પણ તુટેલું હતું. તેમના ઘરમાંથી કેટલાં મત્તાની ચોરીથઇ તે જાણી શક્યાં ન હતાં. બનાવને પગલે તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચમાં ચૂંટણી પૂર્વે બંબુસર ગામના સરપંચ પદના ઉમેદવારનું નિધન થતાં ગામમાં ઘેરા શોકની લાગણી.

ProudOfGujarat

રાજપીપલા ખાતે “નોંધારાના આધાર ” પ્રોજેક્ટનું કલેકટર નર્મદા દ્વારા સફળ પ્રેઝન્ટેશન.

ProudOfGujarat

માસ્ક વગર ગરબે રમતા વિદ્યાર્થીઓને સુરત પોલીસે ઘસડી-ઘસડીને માર્યા : રેલીમાં મંત્રીઓ માસ્ક ન પહેરે તેનું શું ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!