Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી દવા ઉત્પાદક કંપનીમાં કામદારોએ પગાર વધારા સહિતની માંગ કરતા કંપની સત્તાધીશોએ ગેટ પર બાઉન્સરોને ગોઠવી કર્મચારીઓને અંદર પ્રવેશતા અટકાવતા મામલો વિવાદિત બન્યો હતો

Share

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી દવા ઉત્પાદક કરતી વોખાર્ડત કંપની માં આજે કામદારો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરાયુ હતું. પગાર વધારો અને અન્ય લાભોની માંગ સાથે કામદારોએ ગેટ પાસે ભેગા થઈને કંપની મેનેજમેન્ટ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.કામદારોનો આક્ષેપ છે કે કોઈપણ પ્રકારની લીગલ નોટીસ આપ્યા વિના જ કંપનીએ કર્મચારીઓને અંદર જતા અટકાવ્યા હતા.સાથે જ ગેટ પર બાઉન્સર તૈનાત કરી કામદારોને અંદર પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવી નથી.

આ અંગે કર્મચારીઓએ જણાવ્યું હતું કે કંપની સાથે છેલ્લા 52 મહિનાથી પગાર વધારા સહિતની માંગ સાથે સેટલમેન્ટની વાત ચાલી રહી હતી આજરોજ કામદારોએ પગાર વધારાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરતા કંપની સત્તાધીશોએ બાઉન્સરોને બોલાવી કામદારોને દબાવવાનો પ્રયાસ કર્યો છે જે ગેરકાયદેસર છે.બીજી તરફ, કંપની મેનેજમેન્ટે પોતાની સ્પષ્ટતા આપતા કહ્યું છે કે કામદારો ગેરકાયદેસર રીતે હડતાળ પર ઉતર્યા છે. તેથી જ તેમને ફેક્ટરીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નથી.કામદારો બાંહેધરી પત્ર લખી આપે પછી જ તેમને અંદર પ્રવેશ કરવા દેવામાં આવશે.

Advertisement

Share

Related posts

પાવાગઢ મહાકાળી માતાજીનું મંદિર 11 જૂન શુક્રવારથી દર્શનાર્થીઓ માટે ખુલશે.

ProudOfGujarat

સ્વચ્છતા હી સેવા અભિયાન‘ કાર્યક્રમના સ્થળે એક પેડ માં કે નામ અન્વયે વૃક્ષારોપણ કરાયું

ProudOfGujarat

મહારાજા વિજયસિંહજી મહારાજ ના સ્ટેચ્યુ ક્લાઘોડા સર્કલ ની દીવાલ સાથે ટ્રક ભટકાતા મોટું નુકસાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!