Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જીસીપીએલ કંપીનમાં બિનઅધિકૃત રીતે ફોટોગ્રાફી કરનાર શખ્સ સામે ફરિયાદ

Share

દહેજ મરીન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

ભરૂચ.

Advertisement

ભરૂચના તવરા રોડ પર આવેલાં આર. કે. કાઉન્ટી વિસ્તારમાં રહેતાં જિતેન્દ્ર નાગજી પરમાર દહેજ નજીક લખીગામ ખાતે આવેલા ગુજરાત કેમીકલ પોર્ટ લી. કંપનીમાં એચઆર તરીકે ફરજ બજાવે છે. ગત 2 સપ્ટેમ્બરના રોજ તેમની કંપનીના સિક્યુરિટી ઇન્ચાર્જ દિપક પુનિયાએ તેમને જણાવ્યું હતું કે, આપણી કંપનીના ન્યુ પ્રોજેક્ટ એરીયા ક્લિયર નામના વોટ્સએપ ગ્રુપમાં કંપનીના માર્કેટિંગ મેનેજર નિલ દેસાઇએ કંપીના અંદરના ભાગના કેટલાંક ફોટા ગ્રુપમાં મુકી કોઇએ આ ફોટા પાડ્યાં છે. તેવો મેસેજ મુકી તે ફોટા કોણે પાડ્યાં તેની તપાસ કરવા માટે જણાવતાં એચઆર જીતેન્દ્ર પરમારે તપાસ શરૂ કરતાં ફોટામાં સુરાગ મેળવતાં તેમના ત્યાં એફકોન્સના કોન્ટ્રાક્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો નટવર ગોહિલ શંકાના દાયરામાં આવ્યો હતો. તેમણે તેની ઉલટ તપાસ કરતાં તેણે પહેલાં ગલ્લાતલ્લા કર્યાં હતાં. જોકે, બાદમાં તેમણે ફોટામાં તેનું ટ્રેક્ટર દેખાતું હોવાનું જણાવતાં તેણે આખરે કબુલ્યુ હતું કે, તેણે જ તે ફોટા પાડ્યાં હતાં. જોકે, બાદમાં તેણે તે ડિલીટ કરી નાંખ્યાં હતાં. ઘટનાને પગલે તેની સામે દહેજ મરીન પોલીસ સ્ટેશનમાં જીસીપીએલ કંપનીના મહત્વપૂર્ણ અને સંવેદનશીલ તેમજ ઓફિશીયલ સિક્રેટ એક્ટ હેઠળના પ્રતિબંધિત વિસ્તારના બિનઅધિકૃત રીતે ફોટા પાડવા સબબ નટવર ગોહિલ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંીધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

વડોદરા કમાટીબાગમાં બિભત્સ ચેનચાળા કરતાં આધેડને ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચ : વડવા ગામમાં નીલગાયનો શિકાર કરતાં પાંચ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

રાજપીપળા કલરવ શાળાની વિદ્યાર્થીની તમસીલજહા કુરેશી એ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં માર્યું મેદાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!