ભરૂચ એલસીબીએ દરોડો પાડી નાની મોટી 31 ગેસ બોટલ અને વજન કાંટો અને ગેસ રિફિલિંગ સાધનો મળી 34 લાખ નો મુદ્દામાલ જપ્ત હતો.પોલીસે ગોડાઉન સંચાલકની ધરપકડ કરી પાનોલી પોલીસ મથકે ગુનો દાખલ કર્યો હતો.
ભરૂચ એલ.સી.બી પોલીસ ની પાનોલી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે પાનોલી જીઆઇડીસી માં સજાલી ગામ ખાતે આવેલ સાનિધ્ય એપાર્ટમેન્ટમાં ગોડાઉન ભાડે રાખી જય ભૈરવનાથ વાસણ ભંડાર સંચાલક દ્વારા ગેસ રિફિલિંગ કરી રહ્યો છે. બિન અધિકૃત રીતે લોકો ના જીવ જોખમ માં મૂકી મોટી ગેસ બોટલ માંથી નાની ગેસ બોટલ માં ગેસ રિફિલિંગ કરી રહ્યો છે. જે માહિતી આધારે એસ.ઓ.જી પોલીસે દરોડા પાડ્યા હતા. ગોડાઉન સંચાલક સાગર શાંતિલાલ ખટીક ને ગેસ બોટલ રીફીલીંગ કરતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. પોલીસે સ્થળ પર થી અલગ અલગ કંપની 31 ગેસ બોટલ, ગેસ રિફિલિંગ પાઇપ, ઈલેટ્રીકલ વજન કાંટો મળી 34000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ તેના વિરુદ્ધ પાનોલી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી.
