ભરૂચ મોમ્સ ઓફ ભરૂચ અને જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચના સંયુક્ત ઉપક્રમે પાલિકા ખાતે મહિલાઓના સશક્તિકરણ, સ્વાસ્થ્ય અને આત્મરક્ષા માટે એક ખાસ સેમિનારનું આયોજન પાલિકા ખંડમાં કરવામાં આવ્યું હતું.આ આયોજનમાં મુખ્ય વક્તા તરીકે મહિલા PSI વૈશાલી આહીર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મહિલાઓને પોતાના હક્કો, સ્વરક્ષણ અને સુરક્ષા અંગે વિગતવાર માર્ગદર્શન આપતા જણાવ્યું કે“આજના સમયમાં મહિલાઓએ પોતાને આત્મરક્ષામાં નિષ્ણાત બનાવવું અત્યંત જરૂરી છે. જાગૃતિ અને આત્મવિશ્વાસ જ મહિલાઓની સૌથી મોટી શક્તિ છે.”
આ પ્રસંગે જન હિતાર્થ ટ્રસ્ટની પ્રમુખ જીગીશા ગોસ્વામી તથા મોમ્સ ઓફ ભરૂચ ગ્રુપની ફાઉન્ડર સેજલ કાપડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સાથે સાથે ભરૂચ પાલિકા સભ્ય તથા સેનેટરી ચેરમેન હેમાલી રાણાએ પણ ઉપસ્થિત રહી મહિલાઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું કે “મહિલાઓને સ્વસ્થ અને સુરક્ષિત બનાવવા માટે આવા કાર્યક્રમો સતત યોજાવા જોઈએ.”સેમિનાર દરમિયાન અનેક મહિલાઓએ સક્રિય રીતે ભાગ લીધો હતો અને આત્મરક્ષા માટે જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.
