વરસાદ વચ્ચે સુપર ફાસ્ટ એક્સપ્રેસ 5 દિવસ સુધી બંધ હતો. પુન ગામ થી વડોદરા તરફ જવાનો માર્ગ પુનઃ શરુ : સુરત તરફ જતો માર્ગ હાલ કામગીરી ને લઇ બંધ છે.હાલ પુન ગામ સુધી કાયમી રીતે એન્ટ્રી-એક્ઝિટ ડાઈવર્ઝન રોડ બાદ જ શક્ય બનશે.
દિલ્હી થી મુબઈ જોડતો સુપર ફાસ્ટ એક્સપ્રેસ વે હવે ભરૂચ -અંકલેશ્વર સુધી બિન સત્તાવાર રીતે શરૂ થઈ ગયો છે. જો કે શરુ થયા ના ટૂંકા ગાળા માં વરસાદ ને લઇ પુનઃ બંધ કરી દેવામાં આવ્યો હતો જે આજ રોજ પુનઃ શરુ થયો છે. એક્સપ્રેસ હાઇવે પર જતાં વાહનચાલકો અંકલેશ્વર પુન ગામ નજીક બનાવાયેલ ડાયવર્ઝન નો ઉપયોગ કરી ભરૂચ જઈ શકશે. 8 લેન દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે થકી અંકલેશ્વર માં જોડાણ ની બાદબાકી થઇ હતી. સ્વતઃ પૂર્વે આ વચ્ચે અચાનક પુન ગામ પાસે હાલ બિન સત્તાવાર રીતે ભરૂચ તરફ ચઢવા તેમજ સુરત તરફ ચઢવા માટે બે એપ્રોચ રોડ ના જોડાણ કરાયા છે. આ માર્ગો હજુ કાચા છે. જેના પર થી વાહન આવાગમન શરુ કર્યું છે. દરમિયાન વરસાદ પડતા જ કાચો એપ્રોચ રોડ બિન ઉપયોગી બનાવ સાથે ઓથરિટી એ માર્ગ બંધ કરી દીધો હતો. જે બે દિવસથી વરસાદે વિરામ લેતા અંતે આજરોજ પુનઃ શરુ થયો છે. જે માર્ગ પર ભરૂચ તરફ હાલ જઈ શકાય છે. જ્યારે સુરત તરફ માર્ગ ની કામગીરી હજુ ચાલુ છે ત્યારે તે તરફ હજુ માર્ગ શરુ થતા સમય લાગી શકે છે.
