Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડા પોલીસે સોલાર પ્લાન્ટ માંથી વાયર ચોરી કરેલ આરોપીઓ ને મુદ્દામાલ સહીત દબોચી લીધા.રૂપિયા 42,000નો કેબલ વાયર કબ્જે લીધો.

Share

વાંકલ ::

ઉમરપાડા તાલુકાના પિનપુર ગામને છેવાડે આવેલા અનન્ય ઉર્જા સોલાર પ્લાન્ટ માંથી સીતારામ ટેક્સટાઇલ તથા બાપા સીતારામ સિન્થેટિક સોલાર પ્રોજેક્ટ માંથી અંદાજે ત્રણલાખ રૂપિયાના કેબલ વાયરો ની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. આ અંગેનો ગુનો ઉમરપાડા પોલીસ સ્ટેશને નોંધાયો હતો.આ અંગેની તપાસ સી બી ચૌહાણ સહીત સ્ટાફે હાથ ધરતા ઉમરપાડા પોલીસે ડેડીયાપાડા ખાતે થી ચાર ઈસમોને ઝડપી પાડ્યા છે.નિરંજન વસાવા,રહે. કુકરદા, કેવડી.ડેડીયાપાડા,સુરેશ વસાવા, ઘંટોલી ગામ, ડેડીયાપાડા વિજય સીંગ વસાવા, કુકરદા કેવડી તથા કાયદાના સંઘર્ષ માં કિશોર સાથે કુલ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. સાથે 53કિ.ગ્રા.વાયર જેની અંદાજિત કિંમત 42,000રૂપિયા નો વાયર ઝડપી પાડ્યો છે.જેઓ ડેડીયાપાડા અને ઉમરપાડા પોલીસ સ્ટેશનના ગુના માં સંડોવાયેલા છે. ઉમરપાડા પોલીસ ને સફળતા મળી છે.

Advertisement

Share

Related posts

રાજસ્થાન : જયપુરમાં મોટી કાર્યવાહી, પેપર લીકના મામલે કોચિંગ સેન્ટર પર બુલડોઝર ફર્યું

ProudOfGujarat

કરજણ: જુનાબજાર પાસે પાર્ક કરેલી મોટરસાયકલની ઉઠાંતરી…

ProudOfGujarat

ભરૂચ ડબર મર્ડર કેસ: પુત્રવધુને ૪૪ અને વેવણને ૨૪ ઘા કરી જાતે આપઘાતનો પ્રયાસ કર્યો : પોલીસે પાંચ પાનાની આંત્યેતિક ચિઠ્ઠી કબજે કરી, પુત્રવધુ અને તેના પરિવારના ત્રાસથી ત્રસ્ત હતાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!