Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાલોદ ગામે મહિલાઓ માટેનો તાલીમલક્ષી કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીકના ભાલોદ ગામે બરોડા સ્વરોજગાર સંસ્થા ભરૂચ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના સંયુક્ત ઉપક્રમે મહિલાઓ માટેના તાલીમલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.બરોડા સ્વરોજગાર સંસ્થાના મેનેજર ચીરાગ પટેલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના એ.પી.એમ.અંકિતા દવે તથા તૃપ્તિ વ્યાસ તથા ગામ અગ્રણી વિક્રમભાઇ રાજ અને વિજયભારતી સંસ્થા સારસાના પ્રમુખ રતિલાલ રોહિત ની ઉપસ્થિતિ માં યોજાયેલા આ કાર્યક્રમ માં સખી મંડળની બહેનોને અગરબત્તી મીણબત્તી સાબુ જેવી વિવિધ વસ્તુ બનાવવા સંબંધી સમજ આપીને આવા નાના ઉદ્યોગો દ્વારા રોજગાર મેળવીને આગળ આવવા અનુરોધ કર્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

પીએનડીટી એક્ટના ભંગ બદલ વિરમગામના શિવમ હોસ્પિટલમાંથી ૨ સોનોગ્રાફી મશીન સીલ કરાયા

ProudOfGujarat

લીંબડી : જીવદયા પ્રેમીએ આવી કડકડતી ઠંડીમાં શ્વાનનાં બચ્ચાને બચાવવા તળાવમાં છલાંગ લગાવી.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં પ્રવેશ માટે સુવર્ણતક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!