Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર GIDCમાં જુગારના અડ્ડા પર દરોડો ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી 5 જુગારીઓ ઝડપાયા, રોકડા સહિત 53 હજારનો મુદ્દામાલ કબજે કર્યો 

Share

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બાતમીના આધારે કોસમડી ગામની સ્ટાર રેસીડેન્સીમાં આવેલી શ્રી રામ ટેમ્પો સર્વિસ નામની ટ્રાન્સપોર્ટની ઓફિસમાં દરોડો પાડ્યો હતો.પોલીસ ઇન્સ્પેકટર આર.એચ.વાળાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના PSI આર.એ.અરવાર અને પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસે આ દરોડામાં પાંચ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી રૂ.53,900નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.ઝડપાયેલા આરોપીઓમાં જયવંત ભારકર પાટીલ (49, કોસમડી), યોગેશ ભીમરાવ ઠાકરે (31, જલગાવ), શાહરૂખ દીલીપ પઠાણ (31, જલગાવ), રમજાન કરીમ પીજારી (44, ચાલીસગાવ) અને શાલીક હદાસ પાટીલ (45, જલગાવ)નો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયાનાં ખરચી ગામનાં બે ઇસમોએ લગ્નમાં ઘુસી એક મહિલા અને પુરુષને માર માર્યો.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે જુગાર રમતા ત્રણ જુગારીઓને ઝડપી પાડયા.

ProudOfGujarat

વડોદરા : કરજણના વલણમાં ટીકિકા અકેડમીમાં શિક્ષક દિનની શાનદાર ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!