Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સ્વચ્છતા હી સેવા પખવાડીયા કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

Share

 ભરૂચ 
મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત મિશનનો પ્રારંભ કરાવ્યો છે. આગામી તા.૧૭ સપ્ટેમ્બરથી તા.૨ ઓક્ટોબર સુધીના પખવાડિયા દરમિયાન દેશભરમાં સ્વચ્છોત્સવની થીમ પર સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા હી સેવા પખવાડીયાના સુચારું આયોજન માટે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કેદર વર્ષે ૨ ઓક્ટોબરના રોજ સ્વચ્છતા દિવસ ઉજવવામાં આવે છેસ્વચ્છતા હી સેવા પખવાડીયા નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સ્વચ્છતા હી સેવા પખવાડીયા અંતર્ગત ભરૂચ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આગામી તા.૧૭ સપ્ટેમ્બરથી ૦૨ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતાની વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે.આ બેઠકમાં કલેકટરએ સ્વચ્છોત્સવને જનભાગીદારી સાથે જનઆંદોલન બનાવવા માટેડે- વાઈઝ પ્લાનિંગ કરવાગ્રાઉન્ડ લેવલે થતી કામગીરીની અમલવારી કરાવવાસ્પેશ્યલકેમ્પેઈનના ભાગરૂપે જનપ્રતિનિધીસાંસદશ્રીધારાસભ્યોને પણ આ કાર્યક્રમમાં જોડી નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા તેમજ સ્વચ્છતા કર્મીઓના અમૂલ્ય કામને બિરદાવવા માટે વિવિધ કાર્યક્રમો-પ્રવૃત્તિઓનું લગત વિભાગોને આયોજન કરવા જણાવ્યું હતું. સ્વચ્છતા અભિયાનની સાથે – સાથે થીમ બેઈઝ સફાઈ અભિયાન કાર્યક્રમોનું આયોજન કરી વ્યાપક રીતે સ્વચ્છતા અભિયાનને સાકાર બનાવવા માટે જરૂરી સૂચનો કર્યા હતા. બેઠકમાં અઠવાડિક થીમના આધારે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી જેમાંતા.૧૭ સપ્ટેમ્બરથી ૦૨ ઓક્ટોબર દરમિયાન ભરૂચ જિલ્લામાં સ્વચ્છોત્સવ કાર્યક્રમ અંતર્ગત દૈનિક ધોરણે સ્વચ્છતા કાર્યક્રમો ઉપરાંત વિશેષ સ્વચ્છતા ઝુંબેશમાં વિવિધ નદીતળાવવરસાદી પાણીના નાળા જેવી વોટર બોડીસ અને ટ્રેસ ક્લીનર્સ સહિતના સ્થળોશહેર અને ગ્રામ્યકક્ષાએ બસ સ્ટેશનરીક્ષાટેક્સીજાહેર પાર્કિંગશહેરી વિસ્તારમાંથી પસાર થતા રોડરાજ્યના ધોરી માર્ગ અને રાષ્ટ્રીય ધોરી માર્ગ જેવા સ્થળો તેમજ રોડની સાઈડ પરના કચરાની પણ સંપૂર્ણ સાફ-સફાઈધાર્મિક સ્થળોપ્રવાસન સ્થળોબાગ , સાર્વજનિક ઉદ્યાનોજેવા સ્થળોની સાફ-સફાઈ અને કચરાના એકત્રીકરણ અને વર્ગીકરણના તમામ સાધનોની પણ સાફ-સફાઈ હાથ ધરવામાં જણાવ્યું હતું.

Share

Related posts

કહાનવા ગામે અસ્થિર મગજ યુવતી કુવામાં પડતા અફરાતફરી મચી જવા પામી હતી, ફાયર ટીમ દ્વારા યુવતીને કુવાની બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઇ હતી.

ProudOfGujarat

માંગરોળથી નાની નરોલી જવાના રસ્તે શાહ ગામના પાટીયા પાસે ખાડી ઉપર બ્રીજ બનાવવાની કામગીરી ચાલુ હોઈ રસ્તો બંધ કરી ડાયવર્ઝન અપાયું.

ProudOfGujarat

સમગ્ર ભરૂચ જીલ્લામાં હનુમાન જયંતીની ઉજવણી અંગે તડામાર તૈયારીઓ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!