Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાગરા: ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝમાં રહસ્યમય બ્લાસ્ટ, કંપનીનો ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ? બે કર્મચારીઓ દાઝ્યા, કંપનીનો ટ્રકનું ટાયર ફાટ્યું હોવાનો દાવો!

Share

વાગરા તાલુકાની વિલાયત GIDCમાં આવેલી ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝના કેમિકલ ડિવિઝનમાં સાંજે થયેલા એક પ્રચંડ બ્લાસ્ટે સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાવી દીધું છે. પ્રાથમિક અહેવાલો અનુસાર કંપનીના યુટિલિટી પ્લાન્ટમાં આવેલા એક ટેન્કમાં કેમિકલ બ્લાસ્ટ થયો હતો. જેના પરિણામે ત્રણ કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા છે. આ ઘટના અંગે કંપની દ્વારા સત્તાવાર રીતે કોઈ માહિતી આપવામાં આવી નથી. જે અનેક સવાલો ઊભા કરી રહી છે. આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે, તેનો અવાજ આસપાસના ગામો જેવા કે અરગામાં અને વિલાયત સુધી સંભળાયો હતો. સ્થાનિકો અને કંપનીના કર્મચારીઓ આ ઘટનાથી ભયભીત થઈ ગયા હતા. એક કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસની દિવાલો પણ ધ્રુજી ઊઠી હતી. આ ઘટનામાં સરનાર ગામનો અમાન નામનો યુવક અને અન્ય એક આમોદ પંથકનો સાહિલ નામનો કર્મચારી તેમજ એક અન્ય ટેકનિશિયન દાઝી ગયા છે. ટેકનિશિયનની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તેમને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. જોકે આ અંગે સત્તાવાર કોઈ માહિતી હજુ સુધી પ્રાપ્ત થઈ શકી નથી. આટલી ગંભીર ઘટના બાદ પણ કંપની દ્વારા સત્તાવાર રીતે સાચું નિવેદન ન આપવું એ અનેક શંકાઓને જન્મ આપી રહ્યું છે. શું કંપની આ ઘટના પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરી રહી છે? શું સુરક્ષાના ધોરણોનું પાલન કરવામાં બેદરકારી રાખવામાં આવી હતી? અને સૌથી અગત્યનું શું કંપનીના આવા અસુરક્ષિત વાતાવરણને કારણે કર્મચારીઓના જીવન જોખમમાં મૂકાઈ રહ્યા છે?

જોકે આ સમગ્ર ઘટનાની હકીકત જાણવા માટે જ્યારે ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝના કેમિકલ ડિવિઝનના એચ.આર. મેનેજર મનીષ સિટુતનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે એક વિપરીત માહિતી આપી હતી. તેઓના જણાવ્યા મુજબ ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ સાંજે ૭ વાગ્યાના સમયે કેમિકલ ડિવિઝનમાં એક કર્મચારી ટાંકી પરથી નીચે પડી ગયો હતો. જેને માત્ર સામાન્ય ઈજાઓ થઈ હતી. અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે જે ધડાકાનો અવાજ સંભળાયો હતો. તે કોઈ બ્લાસ્ટનો નહીં પરંતુ કંપનીમાં કામ માટે આવેલી એક ટ્રકના ટાયર ફાટવાનો હતો. આનાથી સ્પષ્ટ થાય છે કે, કંપનીમાં કોઈ બ્લાસ્ટ થયો નથી. આ બે વિરોધાભાસી દાવાઓ વચ્ચે સાચી હકીકત શું છે. તે એક તપાસનો વિષય બન્યો છે. આ પરિસ્થિતિમાં ફેક્ટરી ઈન્સ્પેક્ટર સહિત સ્થાનિક વહીવટી તંત્રએ સ્થળનું નિરીક્ષણ કરીને સત્ય બહાર લાવવું અત્યંત જરૂરી છે. ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝના મેનેજરે કરેલા દાવા બાદ સ્થાનિકો અને કર્મચારીઓના મનમાં એક ગૂંચવાડો ઊભો થયો છે: કંપનીમાં એવી તે કેવી ટ્રક આવી હશે કે જેનું ટાયર ફાટવાનો અવાજ ૩ કિલોમીટર દૂર સુધી સંભળાયો? સામાન્ય રીતે, ટ્રકના ટાયર ફાટવાનો અવાજ એક ચોક્કસ હદમાં જ સંભળાતો હોય છે. પરંતુ આ ઘટનામાં, અરગામાં ગામ સુધી ધડાકાનો અવાજ સંભળાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જે કંપનીના ખુલાસા પર શંકા ઊભી કરે છે. શું કંપની વાસ્તવિકતા છુપાવવા માટે ટ્રકના ટાયર ફાટવાનું બહાનું કાઢી રહી છે? જ્યાં સુધી તટસ્થ તપાસ નહીં થાય, ત્યાં સુધી આ રહસ્ય અકબંધ રહેશે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર GIDC વિસ્તારમાં પૈસાની લેવડ-દેવડ સાથે અપહરણ અને અન્ય ગુનાઓની સિલસિલાબંધ ચોંકાવનારી વિગતો…

ProudOfGujarat

મુખ્યમંત્રીએ રસ્તાઓની મરામત માટે કરી 74.70 કરોડ રૂપિયાની ફાળવણી

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે લોકોમાં થનગનાટ, અંતિમ દિવસે ઘરાકી નિકળી છતાં મંદીની અસર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!