Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આડસ વિના રોડ પર ઉભા રખાયેલાં ડમ્પરમાં બાઇક ભટકાતાં ચાલકનું મોત

Share

ભરૂચ.

ભરૂચ તાલુકાના રહાપોર ગામે રહેતાં ખુશાલ ત્રિભોવન અજમેરી તેમના ઘરે હતાં. તે વેળાં તેમના નાના ભાઇના પુત્ર રસિકે તેમને ફોન કરી જણાવ્યું હતું કે, તેમના પતિનું ઝનોર રોડ પર એનટીપીસી કંપની નજીક એક ડમ્પર સાથે અકસ્માત થતાં મોત થયું છે. જેથી તેઓ તુરંત પરિવારજનો સાથે સિવિલ પર પહોંચ્યા હતાં. જ્યાં તેમણે તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે, તેમના નાના ભાઇ રસીક ત્રિભોવન અજમેરી વાગરા ખાતે પાણીપુરવઠાની નોકરી પૂરી કરી તેમની બાઇક પર તેઓ પરત આવી રહ્યાં હતાં. દરમિયાનમાં ઝનોર રોડ પર એનટીપીસી કંપનીના ગેટથી સહેજ આગળ એેક ડમ્પર ચાલકે પોતાનું રોડની પર કોઇ પણ પ્રકારનું આડસ ન રાખી તેમજ લાઇટ ચાલુ ન રાખી ડમ્પર ઉભું રાખ્યું હતું. જેમાં તેમની બાઇક ધાડાકાભેર ભટકાઇ જતાં તેમના માથામાં તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ થતાં એનટીપીસી કંપનીની એમ્બ્યુલન્સે ઇજાગ્રસ્ત રસીકભાઇને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લવાયાં હતાં. જ્યાં તબીબે તેમનું મોત થયાનું જણાવ્યું હતું. બનાવને પગલે તેમણે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ની સંસ્કારધામ સોસાયટીના બંધ મકાન ને તસ્કરોએ નિશાન બનાવી હજારોની મત્તા ઉપર હાથફેરો કરી જતા ચકચાર……

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગનાં દોલતપુર ગામમાં જુગાર રમતા 4 આરોપીઓને ઝડપી પાડતી નેત્રંગ પોલીસ.

ProudOfGujarat

રાજપીપલા નજીક આવેલ વડીયાગામની શ્યામવિલા સોસાયટીના બે ઘરોના તાળા તૂટ્યા મોડી રાતે તસ્કરોએ મચાવ્યો તરખાટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!