Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકાના બોરીયા ગામે (શ્રાદ્ધ) હરાદના તહેવારની ઉજવણી કરવામાં આવી.

Share

વાંકલ ::

ખેતરમાં લગભગ ડાંગર uvજેવો પાક તૈયાર થવાની તૈયારીમાં હોય છે.‌ ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં હોય છે. આસો મહિનો દસ્તક દેવાની તૈયારીમાં હોય છે. એના આગલા દિવસે આદિવાસી સમુદાયના લોકો દ્વારા હરાદના પરબ (તહેવાર) ની ઉજવણી કરવામાં આવે છે. ખેતરમાંથી પાકમાં આવેલી ડાંગરની કંટી તોડી લાવી તેને શેકવામાં આવે છે. ત્યારપછી તેને ખાડણિયાં અથવા ઉખલામા નાખીને વાનગી બનાવવામાં આવે છે. ઘરના વાડામાં, કાકળી, ચીભળા કે શેકેલી મકાઇના ડોડા વગેરે વગેરે નવા વર્ષમાં નવો તૂલ લઇ જઈને સવારે પૂર્વજોના ખતરાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે હિમારયા દેવની પણ પૂજા કરવામાં આવે છે. આમ બધાંજ પૂર્વજોની એક સાથે નવા તૂલનો અને નવા પાકનો વાશ મુકીને પૂજા કરવામાં આવે છે. ઘરમાં જ્યાં ડાંગર ખાડવાનુ ખાડણિયુ બેસાડેલુ હોય એની નજીક ઉબડે પોતાના ખેતી વપરાશમાં આવતા ખેત ઓજારો દાતરડું, દાતરડી , કુહાડી, ધારિયું, કોદાળી, વગેરે વગેરે મુકીને તેની પૂજા કરવામાં આવે છે. નવા ધાન્યો થી એમની પૂજા થાય છે. અને ઓજારો આગળ દિવો કરવામાં આવે છે. અને ટોપલાથી ઢાંકવામાં આવે છે. ત્યારબાદ ખેડૂત હળ, બળદગાડું , ઓરણુ વગેરે ની પૂજા કરવામાં આવે છે. ઘરની ભીંત પર ચોખાના લોટનાં પાણી દ્વારા નાના બાળકો, યુવાનો એમના હાથથી છાપો પાડે છે. ઉપરાંત દાતરડું દાતરડી જેવા ખેત ઓજાર પણ પાડીને ઘરની ભીંત ને સુશોભિત કરવામાં આવે છે. હરાદના દિવસો દરમિયાન નવો પાક ખેતરોમાં તૈયાર થઈ ગયો હોવાનાં કારણે દક્ષિણ ગુજરાતના ચૌધરીઓ આ તહેવારને નવાયે (નવે) તરીકે પણ ઓળખે છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાની રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રો સહિત ખાનગી હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ વેજલપુર કિન્નર સમાજ દ્વારા માં બહુચરની માગશર સુદ 2 ની આસ્થા ભક્તિ સાથે પરંપરાગત ઉજવણી

ProudOfGujarat

सैफ-अमृता की बेटी सारा के लिए करीना ने किया कुछ ऐसा|

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!