Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળના તરસાડી ખાતે 6.13 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

Share

માંગરોળ તાલુકાના તરસાડી ખાતે વિકાસના નવા અધ્યાયની શરૂઆત થઈ છે. અહીં ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે કુલ રૂ. 6.13 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ વિકાસ કાર્યોમાં તરસાડી નગર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા સોલાર સિસ્ટમ, વોટર હાર્વેસ્ટિંગ, પેવર બ્લોક તેમજ માર્ગ નિર્માણ જેવા કામો નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ કાર્યો દ્વારા તરસાડી નગરની સુવિધાઓમાં વધારો થવા સાથે પર્યાવરણને અનુકૂળ સુવિધાઓ ઉપલબ્ધ થશે. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ગણપતસિંહ વસાવા તરસાડી સહિત સમગ્ર વિસ્તારમાં સતત વિકાસ કાર્યો થઈ રહ્યા છે અને આગામી સમયમાં પણ જનહિતના કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવશે.લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે તરસાડી નગરના પદાધિકારીઓ, આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નગરજનોમાં વિકાસ કાર્યો અંગે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

Share

Related posts

નર્મદા જિલ્લામાં આદીવાસીઓ દ્વારા હોળીના દિવસે ગોસાઈ બનવાની અનોખી પરંપરા…

ProudOfGujarat

સાયખા જીઆઇડીસીમાં હિન્દ પ્રકાશ કેમિકલ કંપનીમાં વીજ કરંટ લાગતાં કામદારનું મોત

ProudOfGujarat

વિરમગામ ના દસલાણા ગામ પાસે ઘાયલ થયેલ મોરને જીવદયા પ્રેમીઓએ સારવાર આપી જીવ બચાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!