Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કુલ 47 પ્રશ્નો રજૂ થયા જેમાંથી 42 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો

Share

ભરૂચ
 ભરૂચ જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ આવે તે માટે જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાની  અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયો હતો. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કુલ 47 પ્રશ્નો રજૂ થયા હતા.કલેકટરએ અરજદારશ્રીઓના પ્રશ્નોને ધ્યાનથી સાંભળી ઉપસ્થિત સંબંધિત અધિકારીઓને પ્રશ્નોને સંવેદના સાથે પ્રાથમિકતા આપી સમયમર્યાદામાં નિરાકરણ લાવવા સૂચના અને માર્ગદર્શન આપી ઝડપી નિરાકરણ તાકિદ કરી હતી. સાથે નીતિ-નિયમોને ધ્યાને રાખીને કામગીરી કરવા સુચના આપી હતી. આ સ્વાગત કાર્યક્રમ દરમિયાન અરજદારોએ વરસાદના કારણે ખરાબ થયેલ રોડ-રસ્તા મરામતની કામગીરીજમીનની માપણીબિનકાયદેસર રીતે માર્જિન છોડ્યા વિના કરેલ બાંધકામ બાબત જેવા પ્રશ્નોની રજૂઆત કરી હતી.આ સ્વાગત કાર્યક્રમ દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે,નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.આર.ધાંધલ,  તેમજ અન્ય સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

લીંબડીમાં પરિવર્તન યાત્રા આવી પહોચી

ProudOfGujarat

BJP ની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત : ગુજરાતના દિગ્ગજ નેતાઓને મળ્યું સ્થાન

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૭૫.૫૦ ટકા પરિણામ નોંધાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!