Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વેલાછા ગામમાં પોષણ ઉત્સવ અંતર્ગત મીલેટ્સ વાનગી સ્પર્ધા યોજાઈ

Share

વાંકલ ::

માંગરોળ તાલુકાના વેલાછા ગામે આવેલ વેલાછાના હોલ ખાતે પોષણ માસ અંતર્ગત માંગરોળ ઘટક 1 ક્ષમિ મીલેટ્સ પોષક વાનગી સ્પર્ધા યોજાઈ હતી.જેમાં આંગણવાડીઓમાં આપવામાં આવતા THRમાંથી બનેલ વાનગીઓ અને મીલેટ્સમાંથી બનેલ વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વેલાછા ગામના અતિથિ વિશેષ ડોક્ટર વિપુલ ચૌધરી મેડિકલ ઓફિસર તેમજ આરોગ્ય સ્ટાફ ,ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ કનુભાઈ સોમાભાઈ,પ્રાથમિક શાળાના બાળકો તેમજ તેમનો સ્ટાફ અને ICDS સ્ટોફ હાજર રહ્યો હતો, સંકલિત બાળ વિકાસ અધિકારી શ્રીમતિ અંતુબેન ગામીતએ પોષણ માસમાં પોષણ ઉત્સવમા અતિથિઓના સ્વાગત કર્યું અને બ્લોક ન્યુટ્રેશન મેનેજર દિસા દે એ મીલેટસસ્ માંથી સગર્ભા, ધાત્રી માતાઓ, બાળકોના વાલીઓ અને કિશોરીઓને મીલેટસ્ અને ટી એ આરના ફાયદાઓ અને તેનો વધુ ઉપયોગ અંગે માહિતગાર કર્યા હતા અને વધુ ઉપયોગ વિષે જાગૃતિ લાવવા અનુરોધ કર્યો હતો. વાનગી નિદર્શના કર્યા પછી નંબર મેળવનાર વર્કર બહેનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં.

Advertisement

Share

Related posts

વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં ભારતને મળ્યુ 9 મું સ્થાન, એરપોર્ટ કાઉન્સિંલ ઈન્ટરનેશનલે જાહેર કર્યું રેન્કિંગ

ProudOfGujarat

વાંકલ : માંગરોળ ગામનો છેલ્લા દશ વર્ષથી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવેશ નહીં કરાતા મોહનભાઈ કટારિયાએ મુખ્યસચિવને લેખિત ફરિયાદ કરી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં કાંઠા વિસ્તારોનાં ખેતરો જળબંબાકાર થતાં ખેતીને વ્યાપક નુકશાન થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!