Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં લઘુતમ ટેકાના ભાવે ડાંગર,મકાઈ,બાજરી,જુવાર તથા રાગીનું વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી કામગીરી શરૂં

Share

ભરૂચ 
ભારત સરકાર દ્વારા ખરીફ  માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ માટે ટેકાનો ભાવ ડાંગર (કોમન) માટે  રૂ. ૨૩૬૯-/- પ્રતિ ક્વિડાંગર (ગ્રેડ-એ) માટે રૂ. ૨૩૮૯/- પ્રતિ ક્વિ.,મકાઈ માટે રૂ. ૨,૪૦૦/- પ્રતિ ક્વિ. બાજરી માટે રૂ.૨,૭૭૫/- પ્રતિ ક્વિ., (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ) જુવાર(હાઈબ્રીડ) રૂ. ૩,૬૯૯/- પ્રતિ ક્વિ (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ)જુવાર (માલદંડી) રૂ.૩,૭૪૯/- પ્રતિ ક્વિ(ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ). તથા રાગી માટે રૂ. ૪,૮૮૬/- પ્રતિ ક્વિ. (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ) નિયત કરવામાં આવી છે. ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર,મકાઇબાજરીજુવારતથા રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી.મારફતે કરવામાં આવનાર છે.

નોંધણી:- લઘુતમ ટેકાના ભાવે ડાંગર,મકાઈ,બાજરી,જુવાર તથા રાગીનું વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ૦૧/૧૦/૨૦૨૫ થી ૩૧/૧૦/૨૦૨૫ સુધી કરવામાં આવશે. તેમજ ડાંગરની ખરીદી તા. ૦૧/૧૧/૨૦૨૫થી ૩૧/૦૧/૨૦૨૬ સુધી તથા મકાઈબાજરીજુવાર તથા રાગીની ખરીદી તા. ૦૧/૧૧/૨૦૨૫થી ૩૦/૦૧/૨૦૨૬ સુધી કરવામાં આવશે. જેથી નોંધણી કરાવવા તમામ ખેડૂતો મિત્રોને અપીલ કરવામાં આવે છે. ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે જેની ખાસ નોંધ લેશો.

ડોક્યુમેન્ટ્સ  :- નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કેઆધાર કાર્ડની નકલઅધ્યતન ગામ નમૂનો૭/૧૨ ,૮/અ તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી ૭/૧૨ કે ૮/અ માં ન થઈ હોય તો તલાટીના સહી સિક્કા વાળો દાખલોખેડૂતના નામના બેંક ખાતાની વિગત બેંક પાસબૂકની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે.

Advertisement

Share

Related posts

જ્યોતિ સક્સેનાએ દરેકને ફિટ રહેવા પ્રેરણા આપવા માટે વિડિયો શેર કર્યો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં તાત્કાલિક અસરથી સભા-સરઘસ બંધી : રેલી, મંડળી કે સરઘસ અને આવેદનપત્ર આપવા પર પ્રતિબંધ ફરમાવ્યો..!

ProudOfGujarat

દહેજમાં ઝૂપડાની આડમાં વિદેશીદારૂ વેચતાં બે ઝબ્બે : 2.65 લાખનો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!