Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના મનુબર ગામે બારીની ગ્રીલ તોડી ઘરમાં ૫.૮૨ લાખની ચોરી 

Share

મળસ્કે સાડા ત્રણથી પોણા ૬ વાગ્યા સુધીમાં બનેલી ઘટના ગામમાં જ અન્ય એક મકાનમાં પણ તસ્કરોનો હાથફેરો ભરૂચ

ભરૂચ તાલુકામાં આવેલાં મનુબર ગામે આશેમા ટાઉનશીપમાં ખાતે રહેતી સમીમ ઈનાયત દિવાન ગત્ ૨૯મીની રાત્રે તેમના પરિવારજનો સાથે રાત્રી ભોજન કર્યા બાદ તેમનો પુત્ર અને પુત્રવધુ તેમના જૂના ઘરે સૂવા માટે ગયાં હતાં. જ્યારે તેઓ, તેમના પતિ અને પુત્રી રેશ્મા સાથે રાત્રે મોડે સુધી ટીવી જોયા બાદ એકાદવાગે તેઓ સુવા ગયાં હતાં.

Advertisement

મળસ્કે સાડાત્રણેક વાગ્યે તેમના પતિ વોશરૂમ ગયા હતાં ત્યારે તેમની આંખ ખુલી ગઈ હતી. જે બાદ તેઓ પરત સુઈ ગયાં હતાં. બાદમાં પોણા છ વાગ્યે તેઓ ઉઠયા હતાં. દરમિયાનમાં તેઓ તેમના રૂમમાંથી પાછળ બાથરુમ તરફ જવાનો દરવાજો ખોલવા જતાં તે નહીં ખૂલતા તેમના પતિને જગાડયા હતાં. તેમણે પણ પ્રયાસ કરતાં દરવાજો અડધો ખૂલતાં દરવાજાને અંદરના ભાગેથી કપડાથી બાંધી બંધ કર્યો હોવાનું માલુમ પડયું હતું. જેથી તેઓ આગળના દરવાજો ખોલી પાછળના ભાગે જઈ જોતાં પાછળની બારીનું લાકડું તુટેલું હોવા સાથે તેમની બારીની ગ્રીલ કોઈ રીતે તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશી સોના-ચાંદીના કુલ ૫.૭૨ લાખના દાગીના, ૧૦ હજાર રોકડા મળી કુલ ૫.૮૨ લાખની ચોરી કરી રફૂચક્કર થઈ ગયાં હોવાનું માલુમ પડયું હતું. ચોરીને પગલે તેમણે બુમરાણ મચાવતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. દરમીયાનમાં તેમના ગામમાં સુરત કોલોનીમાં રહેતાં સાયરાબેન અબ્દુલરહીમ સૈયદના ઘરે પણ ચોરી થઈ હોવાનું તેમને માલુમ પડયું હતું. બનાવને પગલે તેમણે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ઝઘડીયાના દુ.વાઘપુરા ગામે આર.ટી.આઇ માંગવાની અદાવતે થયેલ મારામારીમાં ત્રણ વ્યક્તિઓને ઇજા.

ProudOfGujarat

ભાજપનાં આ ગદ્દાર નેતાઓને જનતા માફ નહીં કરે : કોંગ્રેસનાં આકરા પ્રહારો….જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ : આપ દળ થયું મજબૂત : ભાજપના યુવા સક્રિય કાર્યકર અભિલેશસિંહ ગોહિલ પોતાની ટીમ સાથે આમ આદમી પાર્ટી માં જોડાયા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!